શું તારક મહેતા સીરીયલ પર બનશે ફિલ્મ ? આસિત મોદીએ કહ્યું કાઈક આવું , કે ફેન્સ લોકો….

0
179

કહેવામાં આવી રહ્યું છે કે તારક મહેતા શોને પણ ફિલ્મના સ્વરૂપમાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. જી હા તમને જણાવી દઈએ કે તારક મહેતાના મેકર્સ આ વાતને લઈને મોટું પ્લાનિંગ કરવાના મૂડમાં છે.

ભારતમાં ટીવી સિરિયલ અને તેના પરથી ફિલ્મ બનાવી તે વાત હવે નવી નથી. તમે જાણતા હશો કે ફેમસ કોમેડી સિરિયલ ખીચડી પરથી ફિલ્મ બની છે. આ ઉપરાંત “ઓફિસ-ઓફિસ” તેમજ વ્યોમકેશ બક્ષી જેવી ટીવી સિરિયલ પરથી પણ સુપર હીટ ફિલ્મો બની છે. પરંતુ હવે વાત થઇ રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની. જી હા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરતો આ શો ઓકટોબરમાં 13 વર્ષ પૂર્ણ કરશે. આ શો હંમેશા TRP ની ટોપ લીસ્ટમાં હોય જ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ શોને પણ ફિલ્મના સ્વરૂપમાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. જી હા તમને જણાવી દઈએ કે તારક મહેતાના મેકર્સ આ વાતને લઈને મોટું પ્લાનિંગ કરી રહ્યા છે. તમને પણ આ વાત જાણીને આશ્ચર્ય સાથે ખુશી પણ થશે.

ટ્વીટર પર એક યુઝરે કરી રિક્વેસ્ટ : વાત જાણે એમ છે કે ટ્વીટર પર એક યુઝરે શોના પ્રોડ્યુસર અસિત મોદીને ટેગ કરીને તારક મહેતા શો પર ફિલ્મ બનાવવાની રિક્વેસ્ટ કરી. તેણે લખ્યું કે “પ્લિઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર એક ફિલ્મ બનાવો. આ વિશ્વનો સર્વોત્તમ શો છે. પ્લિઝ એક મૂવી બનાવીને ઇતિહાસ રચો.” અસિત કુમાર મોદીએ આ પ્રશંસકની ટ્વીટનો જવાબ પણ આપ્યો.

અસિત મોદીએ આપ્યો જવાબ : જોકે અસીતે આ ટ્વીટના જવાબમાં માત્ર એક શબ્દ લખ્યો છે. તેમણે લખ્યું “હા”. નિર્માતાના આ જવાબ પર ફેન્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. ચાહકોની આ પ્રતિક્રિયા જોઇને લાગે છે કે તેઓ તેના વિશે ખૂબ ઉત્સાહિત છે અને હવે આતુરતાથી ફિલ્મના આગમનની રાહ જોશે.

અસિત મોદીના આ નાનકડા જવાબમાં પણ મોટું પ્લાનિંગ હોવાની સંભાવના છે. તેમની આ હા પરથી લાગી રહ્યું છે કે તેઓ પણ આ વિશે વિચાર કરી રહ્યા છે. અને અગામી દિવસોમાં આ બાબતને લઈને વાત સાફ થઇ શકે છે.

અસિત મોદીના આ નાનકડા જવાબમાં પણ મોટું પ્લાનિંગ હોવાની સંભાવના છે. તેમની આ હા પરથી લાગી રહ્યું છે કે તેઓ પણ આ વિશે વિચાર કરી રહ્યા છે. અને અગામી દિવસોમાં આ બાબતને લઈને વાત સાફ થઇ શકે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here