મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સે ચેતવણી આપી કે કોરોનાની ત્રીજી લહેર રાજ્યમાં આગામી બે થી ચાર અઠવાડિયામાં ત્રાટકી શકે છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,39,744 છે. જ્યારે 56,79,746 લોકો કોરનાથી મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત 1,15,390 મહારાષ્ટ્રમાં જ થયા છે.
સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યા બાદ કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) થોડી ધીમી પડી છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે કે રાજ્યમાં ત્રીજી લહેર તબાહી મચાવી શકે છે.
ત્રીજી લહેરમાં 10 ટકા બાળકો પણ આવી શકે ઝપેટમાં:મહારાષ્ટ્ર કોવિડ-19 ટાસ્ક ફોર્સ (Maharashtra Covid-19 Task Force) અને ચિકિત્સા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો કોરોનાના નિયમોનું (Corona Prtotocol) પાલન નહીં કરવામાં આવે તો રાજ્યમાં ત્રીજી લહેરમાં (Third Wavw) એક્ટિવ કેસની સંખ્યા વધીને બે ગણી થઈ શકે છે.
ટાસ્ક ફોર્સે ચેતવણી આપી કે કોરોનાની ત્રીજી લહેર રાજ્યમાં આગામી બે થી ચાર અઠવાડિયામાં ત્રાટકી શકે છે. રાજ્યમાં એક્ટિ કેસની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે, દર્દીઓમાં 10 ટકા સંખ્યા બાળકો પણ હોઇ શકે છે.
ટાસ્ક ફોર્સના સભ્યએ શું કહ્યું: મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.શશાંક જોશીએ કહ્યું, યુકેમાં બીજી લહેરના ચાર સપ્તાહ બાદ ત્રીજી લહેર આવી હતી તેવી જ સ્થિતિ રાજ્યમાં પણ સર્જાઈ શકે છે. સીએમ ઉદ્ધવ સાથે થયેલી બેઠકમાં એક અધિકારીએ કહ્યું ડેલ્ટા પ્લસ વેરિયંટ મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર ફેલાવી શકે છે અને તે બેગણા દરથી ફેલાઇ શકે છે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,39,744 છે. જ્યારે 56,79,746 લોકો કોરનાથી મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત 1,15,390 મહારાષ્ટ્રમાં જ થયા છે.
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા:ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 27 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 19 લાખ 31 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!