શું તમારા ઘરમાં રૂપિયા ની મોટી તંગી, તો આ પવિત્ર દિવસે કરી લો ખાલી આ શુભ મંત્ર નો જાપ…

0
118

નમસ્કાર વાંચકમિત્રો આપણી ભારતીય સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો આપડા પવિત્ર શાસ્ત્રોમાં પણ અગિયારસ નો ખુબ મોટા પ્રમાણ માં મહિમા ગાવા માં આવ્યો છે અને આ દરેક પર્વ માનવીના જીવનમાં એક નવી જ ઉર્જા આપવા માટે આવતા રહેતા હોય છે માનવી ને ખાલી સમય સાચવી ને સાહસિક વૃત્તિ દાખવી ખાલી પ્રયત્ન કરવાનો હોય છે.

અગિયાર નો મહિમા તો ખુબ જ ગાવામાં આવતો હોય છે પુણ્ય ની દ્રષ્ટિએ પણ અગિયારસ ની દિવસ ખુબ લાભદાયી ગણવામાં આવતો હોય છે અને આ ઉપરાંત મિત્રો અગિયારસ નો પર્વ આવ્યો હોય ત્યારે જો તમે આ દિવસે પ્રભુ નારાયણ ના આ વિશેષ મંત્રોચ્ચારણ કરીને પૂજન કરો તો તમારા ઘરમાં અવશ્યપણે લક્ષ્મી માતા નું આગમન થશે.

આ શુભ દિવસે પ્રભુ નારાયણ પોતાની નિંદ્રામાંથી ઉઠે છે. પ્રભુ નારાયણ આ દિવસે નિંદ્રામાંથી બહાર આવતા હોવાના કારણે આ દિવસની પૂજાનું ખાસ વિશેષમહત્વ હોય છે.શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, અગિયારસના દિવસે પ્રભુ નારાયણ નું પૂજન-અર્ચન કરવાથી તમારા ઘરમાં ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

આ અગિયારશના શુભ દિવસે વ્રત તથા ઉપવાસનું પણ વિશેષ મહત્વ હોય છે. લોકો પોતાની શક્તિ અનુસાર ઉપસાવ કરતા હોય છે આ ઉપરાંત આ શુભ અવસર પર રાત્રી જાગરણ નું પણ આયોજન કરવામાં આવે છે. અગિયારસના દિવસે પ્રભુ નારાયણ ને ધૂપ, દીવો, નૈવેધ, ફૂલ, ગંધ, ચંદન, ફળ અને અર્ધ્ય જેવી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે.

હિન્દૂ સંસ્કૃતિ ની દરેક પરંપરા અને કર્યો કોઈ ને કોઈ ધાર્મિક માન્યતા અને સિદ્ધાંતો સાથે જોડાયેલી જ રહેતી હોય છે આ ઉપરાંત ખાસ અગિયાસર ના દિવસે ખાસ પ્રભુ નારાયણ ના પૂજન દરમિયાન જો નીચે મુજબના મંત્રોચ્ચારણ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. તો ચાલો જાણીએ કયો છે આ વિશેષ મંત્રો:

उत्तिष्ठोत्तिष्ठ गोविंद त्यज निद्रां जगत्पते।त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्।।उत्तिष्ठोत्तिष्ठ वाराह दंष्ट्रोद्धृतवसुंधरे।हिरण्याक्षप्राणघातिन् त्रैलोक्ये मंगलं कुरु।।

આ ઉપરોકત મંત્ર માં શંખ, ઘંટ, મૃદંગ વગેરે વસ્તુઓ નું ઉચ્ચારણ કરવામાં આવેલું છે. આ શ્લોકના ઉચ્ચારણ બાદ પ્રભુ નારાયણ ની આરતી અને સ્તુતિ કરવી. ત્યાર બાદ નીચે મુજબના મંત્રનો મંત્રોચ્ચારણ કરીને પ્રાર્થના કરવી.

इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।त्वयैव सर्वलोकानां हितार्थं शेषशायिना।।इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।न्यूनं संपूर्णतां यातु त्वत्वप्रसादाज्जनार्दन।।

આ શ્લોક નું મંત્રોચ્ચારણ કરી તથા પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ પ્રભુ શ્રી નારાયણ ના પ્રિય ભક્તો જેવા કે, પ્રહલાદ, નારદજી, પરશુરામ, પુન્ડરિક, વ્યાસ, અંબરીષ, શુક, શૌનક અને ભીષ્મ વગેરેનું સ્મરણ કરીને ચરણામૃત તથા પ્રસાદ નું જરુરિયાતમંદ વ્યક્તિઓ માં વિતરણ કરવું. આ ઉપરાંત આ અગિયારસના શુભ દિવસે અનેક લોકો કોઈ નવા કાર્ય નો શુભારંભ કરે છે.

અમુક ધાર્મિક માન્યતા અનુસાર અગિયારસના દિવસે પ્રભુ નારાયણે અસુર શંખાસુરનો વધ કર્યો હતો. ભીષણ યુદ્ધ થયા બાદ શંખાસુરનું મૃત્યુ થયું હતું. શંખાસુર સાથે થયેલા યુદ્ધ ના કારણે પ્રભુ નારાયણ અત્યંત થાકી ગયા હતા. પોતાનો આ થાક ઉતારવા અને આરામ કરવા માટે પ્રભુ નારાયણ ક્ષીરસાગરમાં જઈને પોઢી ગયા હતા. આવી વાર્તા પણ જાણવા મળે છે.

ક્ષીરસાગરમાં જઈને પ્રભુ નારાયણ પોઢી રહયા અને અગિયારસના દિવસે તેમની આ નિદ્રા નો અંત આવ્યો હતો. આ પ્રસંગોપાત્ત જ અગિયારસના દિવસે મોટાભાગ ના લોકો વ્રત અને ઉપવાસ રાખે છે તેમજ આ પાવન અને શુભ દિવસ ના મહિમા ને જાળવી રાખે છે. અને અગિયારસ ની દિવસે લોકો પોતાની શક્તિ અનુસાર નવા કાર્યો અને પુણ્ય કામો સાથે જોડાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here