હાલમાં એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે તેમાં લોકો ખોટા ઢોંગ અને નાટકો કરીને બીજા લોકોને જેમ તેમ બોલીને દુઃખ પહોંચાડતા હોય છે. અને લોકોને પોતાની પર વિશ્વાસ કરાવવા માટે અનેક અંધશ્રદ્ધાની વાતો કહીને ભોળવી લે છે. આવી એક ઘટના જોવા મળી છે.
આમ અમદાવાદની એક શાળામાં આવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં અમદાવાદની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સમાં આચાર્યએ હોબાળો કરી દીધો હતો. આચાર્યનું નામ મુકેશભાઈ હતું. આ ઘટનામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખરાબ શબ્દો કહીને દુઃખ પહોંચાડયુ હતું.
સ્કૂલના આચાર્યએ શાળામાં માર્કશીટ લેવા માટે વાલીઓને બોલાવ્યા હતા. અને માર્કશીટ ફી ભરશે તો જ આપવામાં આવશે તેઓ જણાવ્યું હતું. અને આચાર્યએ વાલીઓ પાસેથી 1.15 લાખના બદલામાં 1.25 લાખ રૂપિયાની માંગ કરી હતી. તેને કારણે વાલીઓ આચાર્ય સાથે વિવાદ કરી રહ્યા હતા.
એટલામાં જ આચાર્ય મુકેશભાઈને માતાજી આવ્યા હતા. અને તે ધુણવા લાગ્યા હતા. ત્યારે તે બોલી રહ્યા હતા કે, હું સિકોતરનો ભુવો છું, અને હવે તમારું કંઈ સારું નહીં થાય તમે છે રેકોર્ડિંગ કરી રહ્યા છો, તે રેકોર્ડિંગ પણ ચાલશે નહીં. તેવું વાલીઓને કહેવા લાગ્યા હતા. અને આચાર્ય મુકેશભાઈએ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ખૂબ જ ઝઘડો કર્યો હતો.
તેમાંથી ગુસ્સે થઈને આચાર્ય મુકેશભાઈ વિડીયો ઉતારી રહેલા લોકો પર ભરેલો પાણીનો ગ્લાસ ફેંક્યો હતો. અને ત્યાં ઉભેલી એક મહિલા વાલીને તોછડા શબ્દો કહીને બહાર નીકળી જવા કહ્યું હતું. આ ઝઘડામાં સ્કૂલની એક ટીચર વચ્ચે આવી હતી. આ ઝઘડાને શાંત કરવા આવી હતી.
આ ટીચરને આચાર્યએ એક લાફો મારી દીધો હતો. અને તેને પણ બહાર નીકળવા કહી દીધું હતું. અને આવી રીતે સ્કૂલના આચાર્યએ બધા વાલીઓને ધમકી આપી હતી. વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લેવામાં આચાર્ય વિદ્યાર્થી અને વાલીઓ સાથે સાથે સ્કૂલના સ્ટાફને પણ ખરાબ કહી દીધું હતું. આ ઘટનાની ફરિયાદ વાલીઓએ પોલીસને કરી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!