હાઇ બ્લડપ્રેશર અને અશક્તિને કારણે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત હોસ્પિટલમાં દાખલ…

0
272

સુપરસ્ટાર રજનીકાંતને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાઇ બ્લડપ્રેશર અને નબળાઈની ફરિયાદ બાદ 70 વર્ષીય રજનીકાંતને આજે શુક્રવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાછલા દિવસોમાં તેમની આવનારી ફિલ્મ ‘અન્નાથે’ના સેટ ઉપર 7 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જોકે રજનીકાંતનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 

એપોલો હોસ્પિટલે આજે સવારે પ્રેસ રિલીઝ જારી કરીને રજનીકાંતના સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, રજનીકાંતને 25 ડિસેમ્બરની સવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેઓ પાછલા 10 દિવસથી હૈદરાબાદમાં તેમની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મના સેટ ઉપર 7 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. રજનીકાંતે 22 ડિસેમ્બરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

 

નિવેદનમાં હોસ્પિટલે કહ્યું કે, રજનીકાંતનો રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદથી તેમણે પોતાને આઈસોલેશનમાં રાખી લીધા છે અને તબીબોની નજર નીચે છે. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રજનીકાંતમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. તેમના બ્લડપ્રેશરમાં ભારે ચઢાવ-ઉતાર આવ્યો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બ્લડપ્રેશર લેવલ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમને તબીબી સંભાળ હેઠળ રાખવામાં આવશે.

 

રજનીકાંતનું સ્વાસ્થ્ય અચાનક કથળતાં તેમના બહોળા ચાહકવર્ગે સોશિયલ મીડિયા ઉપર તેમના જલદી સાજા થઈ જવાની કામના કરવા માંડી છે. રજનીકાંત હાલ તેમની આગામી ફિલ્મ ‘અન્નાથે’નું શૂટિંગ કરી રહ્યા છે.

 

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

આ લેખ માત્ર સમાચાર પુરતો જ છે , અમે કોઈ પણ ધર્મ કે જાતી નું ઉલંઘન નથી કરતા.. જય હિન્દ ..

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here