સમાજમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. આજકાલ લોકો એકબીજા સાથે છેતરપિંડી કરીને લોકોને લૂંટી રહ્યા છે. ખેતરપિંડી કરીને લોકો આજકાલ વધારે પૈસા કમાવા માટે અનેક ખરાબ કામો કરી રહ્યા છે. લોકો ખાવા પીવાની અથવા તો બીજી કોઈપણ ઘટનામાં લોકોને છેતરીને લોકો સાથે ખરાબ ઘટના કરી રહ્યા છે.
આજકાલ લોકો વધારે પૈસા કમાવા માટે હલકી ગુણવત્તાની વસ્તુઓ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યા છે. આવી જ એક છેતરપિંડીની ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં આવેલા ભોજપરા ગામમાં બની હતી. ભોજપરા ગામમાં બે વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.
બે વેપારીઓ શુદ્ધ ઘીના નામે અખાધ્ય વસ્તુ તેમાં ભેળવીને બજારમાં લોકોને વેચી રહ્યા હતા. અને સારી ગુણવત્તાનું ઘી ગણાવીને લોકોને મોંઘા ભાવે વેચી રહ્યા હતા. બંને યુવકો નામ નિલેશ કરિયા અને કરણ છગ હતા. બંને યુવકો ભોજપરા ગામમાં એક કારખાનું બનાવીને તેમાં ઘીનું ઉત્પાદન કરીને બજારમાં વેચી રહ્યા હતા.
ગોંડલ તાલુકામાં ઘણી બધી બજારોમાં આ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું. અને બંને યુવકોએ કોઈપણ આધાર પુરાવા કે લાયસન્સ વગર ઘીનું ઉત્પાદન કરીને તેમાં ભેળસેળ કરી રહ્યા હતા. ગોડાઉનમાં ઘણા બધા જથ્થામાં ઘીની બનાવટ કરીને મૂકવામાં આવતું હતું. આ ગોડાઉનમાંથી વેપારીઓ ઘી લઈને દુકાનોમાં વેચી રહ્યા હતા.
અમુક વેપારીઓ મોટી નામચીન કંપનીના લેબલો લગાવીને બનાવતી ચીજવસ્તુઓ વેચે છે જેને કારણે કેન્સર જેવી મોટી બીમારીઓ પણ થઇ શકે છે. લોકોને વધુ ગુણવત્તા વાળું અને શુદ્ધ ઘી ગણાવીને ગ્રાહકોને મોંઘા ભાવમાં ઓછું ઘી આપી રહ્યા હતા. ઘીમાં સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા પદાર્થો ભેળવીને ઘીનું વજન અને જથ્થો વધારીને ડબ્બામાંથી ભરવામાં આવતું હતું.
અને ડબા ઉપર પોતાની બનાવટી શાખાનું નામ આપીને તૈયાર કરવામાં આવતા હતા. ગ્રાહકોને પણ આ ઘીમાં ટેસ્ટ ન ફરતા ખબર પડતી ન હતી. બંને વેપારીઓએ ઘણા સમયથી આ ધંધો ચાલુ કર્યો હતો. અને તેમાં તેણે ઘણો બધો નફો પણ મેળવી લીધો હતો. દર વર્ષે કરોડોનો નફો કરતા હતા.
તે માટે અચાનક એક દિવસ ફૂડ સેફ્ટી તંત્રએ સારો વેપાર થવાને કારણે આ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે સમયે ફૂડ સેફ્ટી કર્મચારીઓને આ ઘીમાં ભેળસેળનું સામે આવ્યું હતું અને ત્યારબાદ આ બંને વેપારીઓ ઘીમાં ભેળસેળ કરી રહ્યા ગ્રાહકોને જાણવા મળ્યું હતું.
ઘણા સમયથી ઘીનો વેપાર કરતા હોવાથી ઘણા બધા ગ્રાહકો રેગ્યુલર કસ્ટમર થઈ ગયા હતા. અને ઘણા બધાના સ્વાસ્થ્ય પણ બંને વેપારીઓ બગાડી રહ્યા હતા. માટે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ગોડાઉનની તપાસ કરી રહી હતી. લોકોન આવી ભેળસેળ વસ્તુ ખાઈને મોટી બીમારીના ભોગ બંને છે માટે જોઈને વસ્તુ ખરીદજો..
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!