સુરતમાં હીરા બજાર અને કાપડમાર્કેટ માં શનિ-રવિ બે દિવસ માટે સર્વાનુમતે લેવાયો નિર્ણય,જાણો સંપૂર્ણ માહિતી…

0
281

વધતા જતા કેસને પગલે બે દિવસ શહેરના મુખ્ય ધંધા બંધ રહેશે સુરતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવારના રોજ એમ બે દીવસ મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.ફોસ્ટાએ પણ નિર્ણય લીધો છે કે, સંક્રમણને જોતા બે દિવસ સ્વયંભૂ માર્કેટ બંધ રાખવામાં આવે.

સ્થિતિ ખૂબ વિકટ સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ જણાવ્યુ કે,વર્તમાન સમયની વિકટ સ્થિતિ જોતા કોરોનાની ચેઈન તોડવી ખુબ જ જરૂરી છે. જેના માટે સોસિયલ ડિસ્ટન્સ જાળવવા લોકડાઉન જ એક આખરી ઉપાય છે.

બીજી તરફ દલાલભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત હીરાના વેપારીઓની રોજીરોટીનો પણ સવાલ છે.જેથીઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યંત બેલેન્સ જાળવી શનિ રવિ એમ બે દીવસ માટે અમોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

તમામ લોકો સાથે આપે તેવી અપીલ બે દિવસના આ સ્વૈચ્છિક લોકડાઉનના પગલે કોરોના સંક્રમણ અટકાવવામાં મદદ મળશે એવો અમને વિશ્વાસ બન્ને ધંધાના અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યાં છે. કાપડ અને હીરા ઉદ્યોગમાં બન્ને વ્યવસાય સાથે સંકળાયેલા દલાલભાઈઓ અને કાપડના દુકાનદારો સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

કાપડ માર્કેટ બંધ રહેશે :

ફોસ્ટા દ્વારા આજે પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્તમાન પરિસ્થિતિને જોતા શનિવાર અને રવિવારના રોજ તમામ કાપડ માર્કેટ બંધ રાખવામાં આવે. સ્વૈચ્છિક લોકડાઉન અંતર્ગત ફેલાતા કોરોનાને અટકાવવાના ભાગ રૂપે નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોરોનાની ચેઈન તોડી શકાય.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here