સુરતમાં AAP અધ્યક્ષના ઘરે ભાજપના કાર્યકરે માતા,બહેન અને પત્નીને ધમકાવવા ડરાવાનો કર્યો પ્રયાસ,ભાજપના આ નેતાના માણસ હતા..!

0
203

હવે ગુજરાતની સત્તાકીય પાર્ટી ભાજપને ૨૦૨૨ પોતાનું કારમું મોત દેખાતા, અત્યારની મજૂબત વિપક્ષ પાર્ટી આપના અધ્યક્ષના ઘરે જઈને ગોપાલ ઈટાલીયાની માતા બહેન અને પત્નીએ ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરવા તેમજ સોસાયટીના રહીશો અને વોચમેનને ગાળો આપવી ત્યાં સુધીની નિમ્ન કક્ષાના હલકટપણા સુધી પહોચી ગયા છે.

ન્યુઝ એન્જ્ન્સીના અહેવાલ મુજબ , જે લોકો ઈટાલીયાના ઘરે હોબાળો મચાવવા ગયા હતા તે લોકો ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના માણસો હોવાનું મનાય છે. જે પૈકીના 2 જણાના ફોટો પાટીલ સાથે દેખાય પડે છે. જેને આપ નીચે નિહાળી શકો છો.

હવે ગુજરાતની જનતા ભાજપના ત્રાસથી કંટાળીને મજબુત, શિક્ષિત અને ઈમાનદાર પાર્ટી તરફ વળી રહ્યા છે. ખાસ ઓ યુવાઓમાં ભારે જોશ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અગાઉ આપેલા ધર્મવિરોધી નિવેદનનો મામલો શાંત થવાનું નામ નથી લેતો. ઈટાલિયાનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા ગોપાલ ઈટાલિયાના ઘરે ભાજપ સમર્થિત ચારેક યુવાનોએ પહોંચીને તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે પણ જીભાજોડી કરી હતી, સાથે જ તેમને શ્રીમદ્ ભગવદગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો, જેથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

શ્રીમદ્ ભગવદગીતા આપવાના નામે દલીલો કરી : ભાજપ-સમર્થકો અમિત આહીર અને વિકાસ આહીર સહિતના યુવકો ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે તુલસી રેસિડેન્સીમાં પહોંચ્યા હતા. એપાર્ટમેન્ટના તમામ દરવાજા ખટખટાવીને ઘરમાં રહેલા સભ્યોને પૂછ્યું હતું કે તમને ભગવદગીતા જોઈએ છે.

ત્યાર બાદ ચાર યુવક ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચતાં તેમને પૂછ્યું કે ગોપાલ ઇટાલિયા જો ઘરમાં હોય તો તેને બહાર બોલાવો. ત્યારે તેની માતા સાથે દલીલો કરીને અસભ્ય વર્તન કર્યું હતું. જો તમારે એપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એકત્રિત થઇ જતાં ચાર પૈકી બે યુવક ભાગવામાં સફળ થયા હતા.

અમિત આહીર અને વિકાસ આહીર ઝડપાયા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચાર કરીને પોલીસને જાણ કરી હતી.

પોલીસે બન્નેને ઝડપી લીધા : ગોપાલ ઇટાલિયાના ઘરે વિરોધ કરવા ગયેલા યુવકને અમરોલી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિકાસ આહીર અને અમિત આહીર ભાજપના નેતાઓના ખૂબ નજીકના હોવાનું માનવામાં આવે છે. તેમના ઈશારે જ તેમના ઘરે જઈને વિરોધ કર્યો હોવાની ચર્ચા શહેરમાં શરૂ થઈ છે. ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં ધાર્મિક પુસ્તક વેચવાના બહાને વિરોધ કર્યો હતો.

ભાજપ-સમર્થકોની ગુંડાગર્દી- આપ : આમઆદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે આવી રીતે ભાજપના સમર્થકો ગુંડાગર્દી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તેમને તો કોઈ કાયદો નડતો નથી, માટે તેઓ બેફામ રીતે વિરોધ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં તેમની માતા સામે અશોભનીય ભાષામાં ખોટી દલીલો કરી હતી.

વિકાસ આહીર અને અમિત આહીર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. શ્રીમદ્ ભગવદગીતાનો ઉપયોગ કરીને તેઓ ગોપાલ ઇટાલિયાના ઘર સુધી પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમની માતા સાથે ગોપાલ ઇટાલિયાને બહાર કાઢો એવી ધમકી આપી હતી.

અમે તો ગીતાજીના પ્રચાર માટે ગયેલા – અમિત : અમિત આહીરે જણાવ્યું હતું કે ત્યાં નજીકમાં આવેલા મંદિરમાં અમે પૂજા કર્યા બાદ કૃષ્ણ ભગવાને ગાયેલી ગીતાનું વિતરણ કરવા નીકળ્યા હતા. મને તો એ પણ ખબર નથી કે ગોપાલ ઈટાલિયા ક્યાં રહે છે. અચાનક જ આમઆદમીના લોકોએ અમારા પર હુમલો કરી દીધો હતો. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ‘આપ’ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં હું પોલીસમાં ફરિયાદ આપીશ.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here