સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું કે,’ દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ.
સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.’ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવશે તેવું ગર્ભિત રીતે જણાવતા સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
સ્વામીએ કહ્યું કઈક આવું , જાણો ! : ઘણી વખત સંતો દ્વારા રાજકીય વાતો તથા મંચ ઉપરથી કરતા હોવાનું જોવા મળે છે. સમયાંતરે કથાકારો કે, મહંતો દ્વારા રાજકીય પક્ષોની આલોચના કે, પ્રશંસા કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે. વિશ્વવલ્લભ સ્વામીએ કહ્યું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે.
જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ.
આગળ વાત કરતા વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી.પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.
AAP ના સમર્થકો એ વિડીયો પોસ્ટ કર્યો : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે વાત કરી છે, તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓ શરૂ કરી દીધો છે. આપના નેતાઓના ધ્યાન પર આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા ઉપર વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનમાં આમ આદમી પાર્ટીની વાત કરતા દેખાઈ રહ્યા છે. તે ભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે.
સંતો પણ વિશ્વાસ મૂકે છે-આપ : આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંયોજક રામ ધડકે કહ્યું કે, ગુજરાતની પ્રજા તો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ રાખી રહી છે. પરંતુ હવે, ધીરે ધીરે સંતો મહંતો પણ માની રહ્યા છે કે, સાવરણો કચરો સાફ કરી નાખશે.
વિશ્વ વલ્લભ સ્વામી પરોક્ષ રીતે તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સફળ થશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવ્યો છે, તો કંઈક તો સફાઈ કરશે. સંત દ્વારા બોલાયેલા શબ્દો અને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છીએ. જેથી ગુજરાતની પ્રજાને પણ જાણ થાય કે, જે રીતે લોકો અમારામાં વિશ્વાસ રાખી રહ્યા છે. તે જ રીતે હવે ગુજરાતના સંતો પણ માની રહ્યા છે કે, આપને સફળતા મળશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!