ચીનમાં હવે સ્વાઈન ફિવર:ગેરકાયદે વેક્સિન લગાડવાથી ચીનમાં 1000 સુવર સ્વાઈન ફિવરથી સંક્રમિત…જાણો વિગતવાર માહિતી.

0
222

ચીનમાં કોરોના વાઈરસ દરમિયાન સ્વાઈન ફિવર નામનો રોગ પણ ફેલાઈ રહ્યો છે. આ બિમારીથી 1000 સુવર સંક્રમિત થયા છે.જે આફ્રિકન સ્વાઈન ફિવરનું નવું રૂપ છે. એટલે કે આફ્રિકન ફિવરના નવા રૂપે સુવરોને સંક્રમિત કર્યા છે. ચીન દુનિયામાં સુવરના માંસનું સૌથી મોટું વિક્રેતા છે.

હેલ્થ અને માર્કેટ એક્સપર્ટ આ બિમારીના આવવાથી ચીન માટે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે.એવું માનવામાં આવી રહ્યું છે કે આ લાઈસન્સ વગરની વેક્સિન સુવરને આપવાના કારણે થયું છે.

ચીનની ચોથી સૌથી મોટી પોર્ક(સુવરનું માંસ)વિક્રેતા કંપની ન્યૂ હોપ લિઉહીએ કહ્યું કે, તેના 1000 સુવરમાંથી આફ્રિકન સ્વાઈન ફિવરના બે નવા સ્ટ્રેન મળ્યા છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, ફિવરથી સુવર મરી નથી રહ્યાં.પરંતુ આના કારણે એક ખાસ પ્રકારની ક્રોનિક કન્ડિશન ઊભી થઈ રહી છે જેના કારણે જે સુવરના બચ્ચા પેદા થઈ રહ્યાં છે તે નબળા પડી રહ્યાં છે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ લાઈસન્સ વગરની વેક્સિન સુવરને આપવાના કારણે થયું છે.

પોર્ક ઉત્પાદક કંપનીઓએ સંક્રમિત સુવરોને મારી નાંખ્યા
અહીં ઘણી પોર્ક ઉત્પાદક કંપનીઓએ આ બિમારીથી સંક્રમિત અમુક સુવરોને તાજેતરમાં જ માર્યા છે જેથી આ ફિવર બાકીના સુવરોને સંક્રમિત ન કરી શકે. આ ફિવરથી પોર્ક ઉત્પાદકો એટલા માટે પણ ગભરાયેલા છે કારણ કે બે વર્ષ પહેલા 40 કરોડ સુવરોમાંથી લગભગ અડધાને ખતમ કરી દેવાયા હતા.

કોરોનાકાળમાં ચીનમાં ખાણી પીણીની સુરક્ષા અંગે નિયન કડક કરી દેવાયા છે. એટલા માટે સુવરોના સ્વાસ્થ્ય પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું. આમ પણ હાલ ચીનમાં પોર્કના ભાવ આભે અડ્યાં છે.

આ અંગે બેઈજિંગના જીવ વિજ્ઞાની વાએન જોનસન કહે છે કે તેમણે ગત વર્ષે સુવરોમાં ક્રોનિક પણ ઓછી જીવલેણ બિમારી જોઈ હતી.જેના વાઈરસમાં અમુક જેનેટિક કમ્પોનેન્ટ્સ ઓછા હતા. જેને MGF360 કહેવાય છે.ન્યૂ હોપના જે સુવરોમાં જે સ્ટ્રેન મળ્યો છે તેમાંથી MGF360 અને CD2v ગાયબ છે.

અમુક રિસર્ચમાં એવી વાત પણ સામે આવી છે કે આફ્રિકન ફિવરના વાઈરસમાંથી MGF360 જીન હટાવી દેવાથી વેક્સિન વિરુદ્ધ ઈમ્યૂનિટી આવી જાય છે.

આ જીન કેવી રીતે હટાવાય તે કોઈ રિસર્ચરને નથી ખબર. આની વેક્સિન એટલા માટે નથી બનાવાઈ કારણ કે જીન હટાવાથી આગળ જઈને આ ફિવર વધુ સંક્રામક અને જીવલેણ થઈ શકતો હતો.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here