સને ૧૯૬૫ તા.૨/૨ના રોજ શાસ્ત્રીજી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવકોની સભા યોજાઈ.

તા.૩/૨ના રોજ યોગીબાપાનું અટલાદરામાં આગમન થયું તે નિમિત્તે અટલાદરામાં તેઓનું ભવ્ય સ્વાગત થયું અને તા.૫/૨ના રોજ મહોત્સવની પ્રથમ સભા યોજાઈ અને ગુલઝારીલાલ નંદાજીની ઉપસ્થિતિમાં પ્રદર્શનોનું ઉદ્ઘાટન થયું.
મહોત્સવના પ્રથમ દિવસે રાત્રે સાડા આઠ વાગ્યે યુવક સંમેલન યોજાયેલું. તેમાં નામાંકિત શ્રેષ્ઠીઓ તથા અગ્રણી સત્સંગીઓએ યુવાનોને સંબોધેલા. રાત્રે લગભગ અગિયારેક વાગ્યે આ સભા પૂર્ણ થઈ. સભામંડપમાંથી સૌ વીખરાયા. ત્યારબાદ આવતીકાલના મુખ્ય દિવસની તૈયારીઓને સ્વામીશ્રીએ આખરી ઓપ આપ્યો. અન્ય સેવાવિભાગોમાં પણ મુલાકાતો લઈને રાત્રે લગભગ બે વાગ્યે તેઓ સૂવા માટે પધાર્યા.
સ્વામીશ્રીને આરામમાં ગયાને થોડીક જ વાર થઈ હશે ત્યાં તો પીપલગના એક ભક્ત આવ્યા અને સ્વામીશ્રી જ્યાં સૂતા હતા તે ઓરડાનું જ બારણું ખટખટાવવા લાગ્યા. આ ખખડાટથી ત્યાં જ સૂતેલા સેવક ધર્મજીવનદાસ સ્વામી ભાગી ગયા અને સ્વામીશ્રીની ઊંઘમાં વિક્ષેપ ન પડે તે માટે પેલા હરિભક્તને થોડે દૂર લઈ જઈને પૂછપરછ કરવા લાગ્યા. ત્યારે તે ભક્ત તો ઊભરો કાઢવા લાગ્યા કે‘અહીં કોઈ ધ્યાન રાખતું નથી. ઉતારો મળ્યો નથી ને ગાદલાં-ગોદડાંની વ્યવસ્થા નથી.”
તેઓ એવા કસમયે આવેલા કે તેઓ જે રીતની વ્યવસ્થા માંગી રહેલા તે આપવી ખરેખર મુશ્કેલ થઈ પડે. તેથી સેવક તેઓને શાંતિથી સમજાવવા લાગ્યા. પણ એટલામાં તો સ્વામીશ્રી પોતાનું ગાદલું, રજાઈ અને ઓશીકું લઈને ત્યાં આવી પહોંચ્યા અને સેવકને કહ્યું :‘લ્યો . એ ભાઈને અહીં પાથરી આપો.”
સ્વામીશ્રીની આ વાત સાંભળી સેવક કંપી ગયા, કારણ કે સ્વામીશ્રીનું પાગરણ એ ભાઈને આપી દેવામાં આવે તો આ મધરાતે સ્વામીશ્રી માટે બીજું પાગરણ લાવવું ક્યાંથી? અને આ ઠંડીમાં સ્વામીશ્રીને કેવી રીતે પોઢાડવા?
પરંતુ સ્વામીશ્રીએ પોતાની સુવિધા એ ભક્તને અપાવ્ય પાર કરીપોતે સેવકે લાવી આપેલી બીજી સાવ પાતળી રજાઈ પર ગાતરિયું ઓઢીને સૂઈ ગયા! પણ મધરાતે દીઠેલી સ્વામીશ્રીની આ ગુણગરિમાએ સેવકની ઊંઘ ઉડાડી દીધી! તેઓ સ્વામીશ્રીની સેવાભાવના, ભક્તવત્સલતા અને અહંશૂન્યતાને તોલવાનું ત્રાજવું આખી રાત શોધતા રહ્યા પણ તે ન મળ્યું તે ન જ મળ્યું!
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.