ગોંડલમાં ભક્તોની મોટી મેદની સન્મુખ સ્વામીશ્રી બિરાજ્યા હતા, તેવામાં એક યુવાન વચ્ચે આવીને કહે, ‘મારે એક ફરિયાદ છે.” “કહો.” સ્વામીશ્રીએ પ્રેમથી જણાવ્યું. આવેશમાં આવેલા એ ભાઈ બોલવા લાગ્યા,‘તમે પેલો વડલો કેમ કાપવા દીધો ? તમે એક સંતને મારવાનું પાપ કર્યું છે. તમે મોટા સંત છો ને આવું કરો છો, શરમ નથી આવતી ?…’
‘આખો વડ કાપ્યો નથી. જેટલી ડાળીઓ નડતી હતી તેટલી જ કાપી છે.” સ્વામીશ્રીએ તેને શાંતિથી સમજાવવા પ્રયાસ કર્યો.તેના આક્રોશની જવાળાઓ સામે સ્વામીશ્રીની નરમાશ એને વધુ દાહ લગાડતી હતી. એની ઉગ્રતાનો પારો ઊંચો જતાં તે વધુ બૂમબરાડા પાડવા લાગ્યો. કેટલાક એને રોકી રહ્યા હતા. એમને ખાળતો, ધમપછાડા મારતો તે કહે.psm

‘મારો, મને મારો…’ સ્વામીશ્રીએ ખૂબ જ સ્વસ્થતાથી સૌને વાર્યા : ‘તમે બંધ થાઓ. ભલેને બોલતો. એનો ઊભરો લઈને આવ્યો છે, ભલેને ઠાલવી દે. કેટલું બોલશે? આપણે ક્યાં વળગી પડવાનું છે ? ઊભરો ઠલવાઈ જતાં એની મેળે શાંત પડશે.આપણે તો વચ્ચે બોલવું જ નહિ. આપણે ધીરજાખ્યાન વાંચીએ છીએ તો આપણે ધીરજ રાખવી કે નહિ ? બે ગાળો આપણને દે તો ભલેને દે… એમાં આપણું શું જતું રહેવાનું છે ?’ સ્વામીશ્રીએ સૌને ધીરા પાડ્યા.jjh
ઉગમાં આવેલા કેટલાક એ યુવાનને બહાર મૂકી આવ્યા, પણ સ્વામીશ્રી પ્રસન્નચિત્ત પૂર્વવત્ બિરાજેલા જ રહ્યા.જેમ અપમાનમાં સ્થિરતા, તેવી જ નીરસ ભોજનમાં ધીરતા ! કંઈ પણ ભૂલ કે કોઈ પણ સ્થિતિ ચલાવી લેવી એ નમ્રતા અથવા અહંશૂન્યતાના સિક્કાની બીજી બાજુ છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો