તૈયાર રહેજો ! આવી રહ્યું છે બીજું “યાસ” વાવાઝોડું, જાણો ક્યાં અને ક્યારે ટકરાશે..હવામન ખાતા એ આપ્યું એલર્ટ..

0
207

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું કે આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં યાસ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર અને 23 મીએ ડિપ્રેશન શરુ થશે. 24 અને 25 મેના રોજ યાસ ચક્રવાતી તોફાન બની જશે. તથા 26 મે ની આસપાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે તથા ત્યાં ભારે વરસાદ થશે.

યાસ નામે કયા દેશે આપ્યું :  26 મે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવનારુ વાવાઝોડાને યાસ નામ અપાયું છે અને તે ઓમને આપ્યું છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ.રાજીવને જણાવ્યું કે 23 મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી સર્જાશે. તે ચક્રવાતમાં ફેરવાશે અને ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે.

એક ગયું ત્યાં બીજું વાવાઝોડું કતારમાં  : તૌકતે વાવાઝોડાએ બે દિવસમાં આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું. રાજ્યમાં પ્રાથમિક ડેટા અનુસાર 3 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વાવાઝોડાના કારણે જ્યાં ગુજરાત હજુ રાહત બચાવની કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજું વાવાઝોડું કતારમાં જ છે. અરબી સમુદ્રમાં વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. આ વાવાઝોડાની અસર મુખ્ય રૂપે 23મી મેના રોજ શરૂ થશે.

લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે જે વાવાઝોડું બની શકે  : હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેની અસર 23 મી મેથી દેખાવાની શરૂ થશે. હવામાન ખાતું સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે તથા જૉ તે મોટા તોફાનમાં ફેરવાઇ જાય છે તો તેને YAAS નામથી ઓળખવામાં આવશે અને તે ઓડિશા રાજ્યના ભુનેશ્વર શહેરના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.

હવામાન ખાતાએ આપ્યું અલર્ટ : હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે તે 23-24 મેના રોજ સાઈક્લોનમાં બદલાઈ શકે છે તથા 27થી 29 મેની વચ્ચે તે જમીન પર લેન્ડ ફોલ કરી શકે છે. હાલની આગાહી અનુસાર વાવાઝોડું લેન્ડફોલ કરે ત્યારે પવનની ગતિ 140-150 પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન ખાતાના સુનિતા દેવીએ કહ્યું કે બંગાળની ખાડીમાં એવી પરિસ્થિતિઑ બની રહી છે જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે.

પશ્ચિમ તબાહી, હવે પૂર્વમાં ફફડાટ  : નોંધનીય છે કે તૌકતે વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયું હતું અને દક્ષિણમાં કેરળ, કર્ણાટક, ગોવામાં ભારે તબાહી મચાવ્યાં બાદ સીધું ગુજરાત પર ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની વ્યાપક અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. આમ દક્ષિણ તથા પશ્ચિમ ભારતમાં વાવાઝોડાની તબાહી બાદ હવે પૂર્વમાં YAAS નામક વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે અને જૉ વાવાઝોડું પોતાના વેગને પ્રચંડ કરે છે તો પૂર્વ ભારતમાં મોટું નુકસાન સર્જાઇ શકે છે.

કયા રાજ્યો પર ખતરો : યાસ વાવાઝોડોને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને આસામ પર અસર પડશે. ગુજરાત પર તેની નહિવત  અસર થવાની ધારણા છે.

દિલ્હીમાં વરસાદ : રાજધાની દિલ્હીમાં તૌકતની અસરને કારણે જનપથમાં હળવો વરસાદ પડ્યો છે. જોકે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે રહેલા તૌકતને શક્તિ ખૂબ નબળી પડી ગી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here