તમારી તાકાત ઓળખી જાશો તો દુનિયા જીતી જાશો..

0
386

પ્રબળ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી : પ્રચંડ પુરુષાર્થ કરવાથી જ માણસ પોતાની ઓળખ ઉભી કરે છે. પુરુષાર્થ એક એવું શસ્ત્ર, સદગુણ છે કે જેમાં ભગવાન પણ તમારી મદદ કરશે. જો તમારો પુરુષાર્થ નીતિમતતા અને પ્રમાણિકતા વળો હશે તો ભગવાનની નજર તેના પર પડશે જ. હા , સારો મોળો સમય સૌ કોઈનો આવે પરતું મોળા સમયમાં પણ મહેનતના પ્રયાસો ચાલુ રાખીએ તો આજે નહી તો બે દિવસ પછી તમારા કર્મનું યોગ્ય ફળ તમને મળે મળે અને મળે જ.

સૂર્યોદય થતા જ કામ કરવાની વૃતિ અપનાવી : જંગલમાં રહેતા હરણને સિંહ કરતા પણ ફાસ્ટ દોડવું પડે છે જેથી કરીને તે સાંજે સુરક્ષિત રહે. જયારે સિંહને હરણ કરતા પણ ફાસ્ટ દોડવું પડે જેથી તે સાંજે ભૂખ્યો ન રહે. માટે સૂર્યોદય થતાની સાથે જ માનવએ કામ પર લાગી જવું જોઈએ જેથી તેમના સૌ કોઈ સપના પૂર્ણ થાય , પરિવાર ભૂખ્યો ન રહે અને સામાજિક અને પારિવારિક જીવનમાં ખુશીઓ બનેલી રહે.

દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં જોવું કે જે વ્યક્તિએ નીતિમતતાથી પુરુષાર્થ કયો છે એ હંમેશા સફળતાની ટોચ પર જ સિહાસન મેળવ્યું છે. જો તમારી પાસે પણ આત્મ ઓળખની સમજ હશે તો સફળતા મેળવવાના દાદરને ચડવા માટે વાર નહી લાગે. એક પછી એક એમ પગથીયા ચડતા જ જશો.

આત્મ ઓળખ કેવી રીતે થાય : આત્મ ઓળખ માટે સૌ પ્રથમ તો મને તમારી શક્તિ અને મન પર વિશ્વાસ હોવો જોઈએ કે હું કોઈપણ અઘરું કામ સરળ રીતે કરી શકીશ , હું દરેક સમસ્યાનો કુશળ રીતે સામનો કરીશ, હું માનવતાના દરેક ગુણોનું પાલન કરીશ, હું દરેક વ્યક્તિને સારા-નરસા ની સમજ આપીશ અને હંમેશા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરીશ. જો આ પ્રકારનું મનોબળ તમારી અંદર હોય તો તમે તમારી માનસિક શક્તિને ઓળખી શકો છો કે હું કેટલો સક્ષમ છું.

જો વ્યક્તિને આત્મ ઓળખ હોય કે હું આ ક્ષેત્રમાં નિપુણ છું તો પછી એ ક્ષેત્રના કોઈપણ કામોમાં એ પાછી પાની કરતો નથી અને બીજા લોકોની સાપેક્ષમાં અવ્વલ પરિણામ લાવીને આપે છે. માટે વ્યક્તિએ આત્મ ઓળખ કરીને અલગ અલગ ક્ષેત્રમાં આવડત મુજબ પોતાની શક્તિઓનું પ્રદશન કરવું જરૂરી છે.

એક વખત પોતાને ઓળખ્યા બાદ નક્કી કરેલું કે ધારેલું કોઈપણ કામ એ આસાનીથી પાર પડી શકે છે. બસ આવી જ રીતે તમે તો તમારી અંદર રહેલી ઉર્જા અને તાકાતને ઓળખીને કોઈ ક્ષેત્રમાં પ્રમાણિકતા અને નીતિમતતાથી કામ કરશો તો હંમેશા સફળતા મળશે જ.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here