તાંબાની બોટલમાં પાણી બની જશે ગુણકારી, આ રીતે પીશો તો બીમારીઓ નજીક પણ નહી આવે

0
214

તાંબુ એકમાત્ર ધાતુ છે, જે એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. આયુર્વેદમાં આ ધાતુને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો ઘરમાં તાંબાનાં વાસણોનો એટલે કે પાણી પીવાના જગ, ચશ્માં અને બોટલનો ઉપયોગ કરવામાં આવે છે તો તે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે.

કોપરમાં એન્ટિઓકિસડેન્ટ ગુણધર્મો છે, જે કેન્સર પેદા કરતા મુક્ત રેડિકલ અને તેની આડઅસર ઘટાડવામાં મદદરૂપ થાય છે.

કોપરમાં મેલેનિનનું તત્ત્વ હોય છે, જે આપણી ત્વચાને યુવીથી સુરક્ષિત કરે છે અને તેના નુકસાનને અટકાવે છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર તાંબુ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લાઈસેરાઈડ્સનું સ્તર ઘટાડે છે.

તે થાઇરોઈડ ગ્રંથિની સરળ કામગીરીમાં મદદ કરે છે. કોપર હિમોગ્લોબિન બનાવવામાં અને શરીરમાંથી આયર્ન શોષી લેવામાં મદદ કરે છે, જેના કારણે એનીમિયા દૂર થાય છે. કોપરમાં એ‌િન્ટ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે, જે સંધિવાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.

તાંબાના વાસણનું પાણી શરીરની વધારાની ચરબી ઘટાડવામાં કારગત છે. તે રક્ત કોશિકાઓમાં રહેલા પ્લાકને દૂર કરીને રક્ત પરિભ્રમણ વધારે છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે.

તાંબાના વાસણનું પાણી પીવાથી કોલેરા કે દૂષિત પાણીના કારણે થતા ચેપને રોકી શકાય છે. તાંબાના વાસણનું પાણી શરીરને ‌ડીટોક્સિફાય કરે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here