આજકાલ આરોપીઓ ગુનો કર્યા બાદ ગુના કરવામાં વાપરેલા સાધનોને નદીના વહેતા કરી દે છે જેથી કોઈને ગુનાની ભનક પણ ન પડે. આ લોકો અવારનવાર નત નવીન કીમિયાઓ અજમાવતા હોઈ છે. છતાં પણ આપડો પોલીસ વિભાગ ગુનાખોરોને જમીનમાં સંતાયો હોય તો ત્યાંથી પણ ગોતી કાઢે છે અને જેલ ભેગા કરી દે છે.
સુરતમાં તાપી કિનારે એક એવી ઘટના બની છે કે જેના વિષે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ. અને જે વાંચતા જ મારી જેમ તમારા પણ હોશ ઉડી જશે. જી હા મિત્રો, આજે અમે વાત કરી રહ્યા છીએ સુરતના મગદલ્લા ONGC બ્રીજની નજીક તાપી કિનારે બનેલી એક ચોંકાવનારી ઘટનાની જેની તપાસ બાદ મળ્યા છે કૈક અવનવા પુરાવાઓ.
સુરત ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો કે ONGC બ્રીજ પરથી તાપી નદીમાં કિનારાના વિસ્તારમાં એક તરતી લાશ દેખાઈ રહી છે. આ લાશને જોતા જ ત્યાંના લોકોએ ફાયર વિભાગમાં જાણ કરીને તેને બહાર કાઢવાના પગલાઓ ભર્યા હતા. ફાયર વિભાગને આ કોલ આવતા તેઓ તરત જ આ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
ત્યાર બાદ કોલ કરનાર સાથે પૂછતાછ કરીને રાહતની કામગીરી ચાલુ કરી હતી. ફાયર વિભાગે નદીમાંથી તરતી લાશને બહાર કાઢવા માટે તેની ટીમની મદદ લીધી હતી.આ લાશને ગોતવા માટે ફાયરના જવાનો 30 મિનીટ જેટલું મથ્યા હતા ત્યારે જઈને લાશના એંધાણ મળી આવ્યા હતા. જેવા લાશની નજીક પહોચ્યા અને તેને અડકવાનો પ્રયાસ કર્યો તો દેખાયું કે આ એક લાશ નહિ પરતું એક લાશનું પુતળું છે.
આ બનાવની અસલિયત જોતા જ સૌ કોઈના મનમાં એક મજાકની લાગણી પેદા થઈ હતી કે ખોદા પહાડ ઓર નિકલા ચૂહા એજવી સ્થિતિ બની ગઈ હતી. બ્રીજ પરથી પસાર થનાર લોકો તેને તરતી લાશ સમજીને ગ્યાર વિભાગને જણાવ્યું હતું પરતું અસલિયત કોને ખબર હતી કે આ લાશ નહી પરતું લાશ જેવું દેખાતું એક પુતળું છે.
હવે આ પુતળાને નદીમાં ફેંકીને આવી ખરાબ હરકતો કોને કરી હશે તે એક ચર્ચાનો પ્રશ્ન છે. ત્યાંના આજુબાજુના વિસ્તારમાં રેહતા લોકો પણ આ બાબત જાણીને ચોંકી ગયા હતા. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે તેમને લાશ અંગે કોલ મળતા સ્થળ ઉપર ગયા હતા પણ ત્યાં ચેક કરીને બહાર કાઢતા પૂતળું નીકળ્યું હતું. ખેતરોમાં પક્ષીઓને ડરાવવા માટે મુકવામા આવતું હોય તે પ્રકારનું પૂતળું હતું. જોકે કોઈ વ્યક્તિની લાશ નહીં હતી જેથી તેઓ પરત આવી ગયા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!