તારક મહેતાના ‘ટપુ’ ના પિતા વિનોદ ગાંધીનું કોરોનાના લીધે અવસાન,જેઠાલાલ અને મહેતા સાહેબ એ આપી પ્રતિક્રિયા..જાણો સમગ્ર માહિતી..

0
187

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા નિભાવનારા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. અને લગભગ 10 દિવસથી વેન્ટિલેટર પર હતા. વિનોદ વ્યવસાયે બાંધકામના ધંધામાં હતા. તેમના પછી તેમની પત્ની યશોદા ગાંધી અને બે પુત્રો (મોટા પુત્રનું નામ નિશ્ચિત ગાંધી અને નાનું નામ ભવ્ય ગાંધી) છે. નિશ્ચિત ગાંધીના લગ્ન થઈ ગયા છે, ભવ્ય હાલમાં કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે.

ભવ્ય હાલમાં કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આઠ વર્ષ સુધી ટપુ તરીકેનો કિરદાર નિભાવનાર ભવ્ય ગાંધી ના પિતા વિનોદ ગાંધીનું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ ૪૮ વર્ષની વયના હતા. આશરે બે સપ્તાહ અગાઉ તેમને કોરોના લાગુ પડયો હતો જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમની ઉપર ચાલી રહેલો ઉપચાર સફળ રહ્યો નહોતો.

પિતરાઈના લગ્નમાં વર્ચુઅલી શામિલ થયો હતો ભવ્ય : 9 મેના રોજ ભવ્યાની માસીની પુત્રી અને તારક મહેતામાં ગોગીનો રોલ કરી રહેલા સમય શાહની બહેનાના લગ્ન હતા, પિતાના ખરાબ સ્વાસ્થ્યના કારણે ભવ્ય અને તેમની ફેમેલી મુંબઈમાં હોવા છત્તાં તેઓ આ લગ્નમાં શામેલ થઈ શક્યા નહીં, અને ઓનલાઈન સેરેમની એટેન્ડ કરી હતી.

4 વર્ષ પહેલાં, ભવ્યએ ‘તારક મહેતા …’ છોડી હતી : ભવ્ય ગાંધીએ 4 વર્ષ પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધી હતી. તેઓ 2008માં આ શોમાં જોડાયા અને લગભગ 9 વર્ષોથી તેનો એક ભાગ રહ્યો હતો. આ શોમાં તે જેઠાલાલ (દિલીપ જોશી) અને દયા ભાભી (દિશા વાકાણી) નો પુત્ર ટપ્પુનો રોલ કરી રહ્યો હતો.ભવ્યએ શો છોડી દીધા બાદ તેની જગ્યાએ રાજ આનંદકટે લીધી હતી.

લગભગ 9 વર્ષ સુધી શૉમાં કર્યુ કામ :  ભવ્ય ગાંધી વર્ષ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં સામેલ થયો હતો. ટપ્પૂ લગભગ 9 વર્ષ સુધી આ શૉનો ભાગ રહ્યો હતો. તેને શૉમાં પોતાની દમદાર પરફોર્મન્સના કારણે પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી, અને ટપ્પૂ નામથી ખુબ જાણીતો થઇ ગયો હતો.

જેઠાલાલ અને મહેતા સાહેબ એ આપી પ્રતિક્રિયા : ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીના કોરોનાના કારણે નિધન થતા તારક મહેતા સીરીયલના એકટરો ખુબ જ દુઃખ અનુભવ્યું હતું.. જેઠાલાલ અને મહેતા સાહેબ એ પણ ભવ્ય ગાંધીને આશ્વાસન પાઠવ્યું હતું…

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here