ટ્રક ચાલક અને સ્કૂલબસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, વાલીને જાણ થતા જીવ અધ્ધર થઇ ગયા..!!

0
180

સોનીપતમાં રુકમણી દેવી પબ્લિક સ્કૂલની બસ ટ્રક સાથે અથડાઈ જતા તરત જ બાળકો ચીસો પાડી ઉઠયા. આ અકસ્માતમાં 12 બાળકો ઘાયલ થયા હતા. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો હતો.
સોનીપત જીટી રોડ પર સવારેના સમયે સ્કૂલ બસ અને ટ્રક સામસામે અથડાયા હતા.

આ અકસ્માત સ્કૂલના ગેટ પાસે થયો હતો. સ્કૂલ બસ રોંગ સાઈડમાં ચાલી રહી હતી, તે દરમિયાન સામેથી આવતી ટ્રકને જોઈ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં બસમાં સવાર 30 બાળકોમાંથી 12ને ઈજા થઈ હતી. જેમાંથી 5ની હાલત નાજુક છે. અકસ્માત બાદ બસમાં બાળકો બૂમો પડી રહ્યા હતા.

ઈજાગ્રસ્ત બાળકો અને બસના ડ્રાઈવર સહાયકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં વાલીઓ ચોંકી ઉઠયા હતા. પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.
બહલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટી રોડ પર રૂકમણાદેવી સ્કૂલ આવેલી છે.

સવારના સમયે જીટી રોડ પર સ્કૂલ બસના ડ્રાઈવરે ઉતાવળમાં બસ રોંગ સાઈડમાં લઈ લીધી હતી. શાળામાં પ્રવેશવાની ઉતાવળમાં બસ સામેથી આવી રહેલા એક ઝડપી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાં ચીસો મચી ગઈ હતી. શાળાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને ઈજાગ્રસ્ત બાળકોને બીજી બસમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ટ્રક કબજે કરી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો. બસમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 12 ઘાયલ થયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓમાંથી 5ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં શાળા અને હોસ્પિટલમાં વાલીઓ એકઠા થઈ ગયા હતા. ઘણા વાલીઓ તેમના ઇજાગ્રસ્ત બાળકોને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા.

પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમે પણ તપાસ શરૂ કરી છે. જીટી રોડ પર જમણી બાજુએ 30 વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ દોડાવવાને ગંભીર બેદરકારી ગણવામાં આવી રહી છે. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે સામેથી બસને જોતા કાબુ મેળવી શકાયો ન હતો. ડેપ્યુટી કમિશનરે ટ્રાન્સપોર્ટ વિભાગ પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here