તૌકતે વાવાઝોડુ ગુજરાત દરિયાકાંઠાથી છે આટલા કિમી દૂર , આ જીલ્લાઓમાંથી થશે પસાર..હવામાન ખાતા એ આપ્યો મેપ…

0
182

ગીર સોમનાથમાં સ્થળાંતર પહેલા રેપિડ ટેસ્ટ કરાશે :  ગીર સોમનાથમાં 12 હજાર કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતર પહેલા રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. જો પોઝિટિવ હોય તેવા લોકોને અલગ રાખવામાં આવશે. લોકોમાં જાગૃતિ ન હોવાના કારણે ટેસ્ટ માટે આવતા નથી. આશાવર્કરો ઘરે ઘરે જઈને શંકાસ્પદ લોકો હોય તેમને સાવચેતી રાખવા સૂચના આપે છે.

NDRFની ટીમો તૈનાત :  તૌકતે વાવાઝોડા વચ્ચે કેરળ, ગોવા, મુંબઈના તટીય વિસ્તારમાં શરૂ થયો વરસાદ. વાવાઝોડાને લઈ NDRFની 100 ટીમ તૈનાત.  તૌકતે વાવાઝોડાના પગલે અમદાવાદ, ગાંધીનગરમાં વહેલી સવારના વરસાદી ઝાપટા.. સૌરાષ્ટ્ર- કચ્છમાં છવાયુ વાદળછાયુ વાતાવરણ.

વાવાઝોડાના કારણે પડશે ભારેથી અતિભારે વરસાદ : વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

દરિયામાંથી કેટલી બોટો પરત ફરી નથી : તૌકતે વાવાઝોડાને લઈને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટને પરત બોલાવવામાં આવી છે. ગીર સોમનાથમાં 11 બોટ, અમરેલીમાં 94 બોટ કાંઠે પરત આવી છે. ગીર સોમનાથમાં દરિયામાં હજી પણ 24 બોટ છે. જ્યારે અમરેલીમાંથી હજી 13 બોટ પરત નથી આવી.

દેવભૂમિ દ્વારકા પાસેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા : ભારે વિનાશક ચક્રવાત પોરબંદર અને નલિયા વચ્ચે દેવભુમિ દ્વારકા પાસેના દરિયામાંથી આવીને જમીન સાથે ટકરાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. સાયક્લોનની આજની દિશા મૂજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, નલિયા, ભૂજ વગેરે વિસ્તારોમાં વિનાશક પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

17 અને 18 મે એમ બે દિવસ પડકારરૂપ : સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને તારીખ 17 અને 18 મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા પછી વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે.

જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના : સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા NDRFની ટીમોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેમાં મંત્રીઓ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો તે અને ફૂડ પેકેટ સહિતની તૈયારીઓ અંગે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here