વાવાઝોડામાં નુકાશાન પામેલા આવાસો મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંપૂર્ણ નાશ પામેલા મકાનને રૂપિયા 95 હજાર 100ની સહાય ચૂકવાશે. તેમજ દીવાલ ધરાશાયી થઈ હોય તેવા મકાન માટે રૂપિયા 25 હજારની સહાય આપવામાં આવશે. તેમજ જો ઝુંપડા નાશ પામ્યા હોય તેવા સંજોગોમાં રૂરિયા 10 હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં મોબાઈલ નેટવર્ક થયા ફરી શરૂ : તૌકતે વાવાઝોડામાં બંધ થયેલા મોબાઇલ નેટવર્ક ફરી એક્ટિવ થયા છે. જૂનાગઢ, બોટાદમાં મોબાઇલ ફોન નેટવર્ક શરૂ થયું છે. વાવાઝોડાથી પ્રભાવિત 2 જિલ્લામાં મોબાઇલ નેટવર્ક શરૂ થયા છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા આપવામાં આવી છે. 3 જિલ્લામાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા 24 સુધી કાર્યરત રહેશે. તેમજ 24 મે સુધી મોબાઇલ યુઝર કોઈપણ સર્વિસ પ્રોવાઇડર કંપનીના નેટવર્કનો ઉપયોગ કરી શકશે.
વાવાઝોડામાં અસરગ્રસ્ત ભાવનગરના મહુવાની મુલાકાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરીક્ષણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, મહુવામાં નુકસાની અંગે જાત માહિતી મેળવવા આવ્યો છું. 5 જિલ્લામાં વધુ નુકસાન ખેતીવાડીમાં થયું છે. વીજપોલ ઇન્સટોલેશનનું કામ ઝડપથી પૂરું કરીશું.
મહુવા સમગ્ર શહેરમાં આજ રાત સુધીમા વીજળી મળશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં સહાય ચૂકવશે. તો સાથે જણાવ્યું કે, એગ્રીકલચરની ટીમો ભાવનગર આવશે. બાગાયતી ઝાડ કેમ ઊભા થાય તે માટે પ્લાનિંગ કરાશે. અને એગ્રીકલચરલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સર્વેનું કામ કરશે. બાગાયતી ખેતીને નુકસાન અંગે સર્વે બાદ પેકેજ જાહેર થશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!