તીડના આક્રમણથી કેવી રીતે બચવું ? કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ખેડૂતોને આપી સલાહ.. જાણો!

0
141

ગત વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તીડનો ત્રાસ હતો. જેમાં તીડ દ્વારા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન કરવામાં આવ્યું હતું, ત્યારે તીડથી પાક બચાવવા ખેડૂતોએ શું કરવું જોઈએ.

ગત વર્ષે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તીડના આક્રમણનો ત્રાસ હતો. તીડના ઝુંડ દ્વારા ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે તીડ હજું આવ્યા નથી. પણ ખેડૂતોમાં તીડના આક્રમણને લઇને ચિંતા છે. ત્યારે તીડના આક્રમણની અગમચેતીના ભાગ રૂપે ખેડૂતોએ પાકને બચાવવા શું કરવું જોઈએ. જે અંગે કૃષિ યુનિવર્સીટી જૂનાગઢના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિશેષ માહિતી આપવામાં આવી હતી.

ગત વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં તીડનું આક્રમણ હતું. જેના લીધે કેટલાક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તીડના દુર કરવા સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરાયા હતા. ત્યારે ખેડૂતોના પાકને તીડથી બચાવવા માટે અગમચેતી રાખવામાં આવી છે. હવે ચાલુ વર્ષે ખેડૂતોએ પોતાના પાકને બચાવવા સાવધાન રહેવા જણાવાયું છે.

આ અંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતો દ્વારા કેટલીક સલાહ આપવામાં આવી છે. જે મુજબ ખેડૂતોએ ઢોલ નગારા વગાડવા અને જે વિસ્તારમાં તીડ હોય તો ત્યાં કેરોસીનનો છંટકાવ કરવો જરૂરી છે. અને રાત્રિ દરમ્યાન જ્યારે તીડ બેઠા હોય ત્યારે ખાસ કરીને કેરોસીનનો છંટકાવ કરવાની સલાહ અપાઇ છે. અને જે વિસ્તારમાં વધુ તીડ આવે ત્યાં ખેડૂતોએ મેથા થિયોલોન 25 કિલો અને કવીનાલ ફોર્સ દવાનો છંટકાવ કરવો જોઈએ.

અને જયારે તીડના બચ્ચાં થાય ત્યારે ડાંગરની ભૂકી અને ગોળની રસી ભેળવી અને રસ્તા પર વેરવામાં આવે તો તેની સુગંધથી તીડ આગળ વધી નહીં શકે. અને વહેલી સવારે જ્યારે તીડ આવે ત્યારે ક્લોરો ફાયરીફોર્સ દવાનો છંટકાવ કરવો ખુબજ જરૂરી છે તેનાથી નિયંત્રણ મેળવી શકાશે. આ તમામ ઉપાયો કરવાથી ચાલુ વર્ષે ખેડૂતો પોતાના પાક તીડથી બચાવી શકે છે.

ખેડૂતોના પાકને તીડથી ખુબ જ નુકસાની થાય છે. તેમાં પણ તીડ લિંબડા સિવાય તમામ પાકને ખોરાકમાં આરોગે છે. ત્યારે તીડનું ઝુંડ ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને  ભારે નુકસાન કરી શકે છે અને આ તીડ માઈલો સુધી ઉડી શકે છે. તીડના ઝુંડની સંખ્યા 8 થી 10 કરોડની હોય છે. તીડનું ઝુંડ આખા દિવસ દરમ્યાન 200 ટન જેટલો ખોરાક મેળવે છે. આમ તમામ ઉભા પાકનો નાશ કરી શકે છે. માટે ખેડૂતોએ અગાઉથી સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here