ભારતમાં જૂન મહિના દરમિયાન પામ ઓઇલની આયાત 24% ઓછી થઇ છે. ગયા મહિનાના મુકાબકે જૂનમાં એ ઘટીને 5,87,467 ટન રહ્યું. ખરેખર, ઘરેલુ બજારમાં પર્યાપ્ત સ્ટોક હોવાના કારણે જૂન મહિના દરમિયાન મોટા સ્તર પર એને આયાત કરવાની જરૂરત પડી નથી. સૉલવેંત એક્સટ્રેક્ટર્સ એસોશિએશન(SEA)એ મંગળવારે આ અંગે જાણકારી આપી છે. સામાન્ય લોકોની નજરથી જોઈએ તો ખાદ્યનું આયાત 0ઓછી કરવાનો મતલબ છે કે ઘરેલુ બજારમાં એની કિંમત ઓછી થશે.
SEAએ આ વાતની પણ ચિંતા વ્યકત કરી કે સપ્ટેમ્બર મહિના સુધીમાં કાચા પામ ઓઇલ અને અન્ય હેઠળના પામ ઓઇલ પર આયાત શુલ્ક ઓછું કરવા ને સપ્ટેમ્બર સુધી આરબીડી પામોલીન પર કોઈ પ્રતિબંધ નહિ લગાવવાના કંજરને ઘરેલુ રિફાઇન અને ઓઇલસીડ્સ ઉગાડવા વાળાને નુકશાન થશે.
ખાદ્યતેલનો સૌથી મોટો આયાત કરનાર : ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાત કરનાર છે. જૂન 2020 દરમિયાન ભારતમાં કુલ 5,64,839 ટન પામ તેલની આયાત કરવામાં આવી હતી. જ્યારે, મે 2021 માં તે 7,69,602 ટન પર પહોંચી ગયું છે.
ગયા વર્ષે જૂન મહિનામાં કુલ 11.98 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરવામાં આવી હતી. જે આ વર્ષે જૂનમાં 17 ટકા ઘટીને 9.96 લાખ ટન પર આવી ગયું છે. ભારતમાં ખાદ્યતેલની કુલ આયાતમાં પામ તેલનો હિસ્સો આશરે 60 ટકા છે.
એસઇએના જણાવ્યા અનુસાર, સ્થાનિક બજારમાં પૂરતા સ્ટોક હોવાને કારણે વનસ્પતિ તેલની આયાત પણ પાછલા મહિનાની તુલનામાં જૂનમાં ઘટાડો થયો છે.
પામ ઓઇલ ઉત્પાદનોની વાત કરીએ તો આ વર્ષે જૂનમાં ક્રૂડ પામ ઓઇલ (CPO) ની આયાત વધીને 5.76 લાખ ટન થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો 5.63 લાખ ટન હતો. એસઇએનો ડેટા આ વિશે માહિતી આપે છે. આ સમયગાળામાં ક્રૂડ પામ કર્નલ ઓઇલ (CPKO) નું શિપમેન્ટ 1,000 ટનથી વધીને 7,377 ટન થયું છે. ગયા વર્ષના 300 ટનની તુલનામાં આ વર્ષે આરબીડી પામોલિન તેલની આયાત વધીને 3,200 ટન થઈ છે.
અન્ય તેલોની આયાત ઘટી : અન્ય તેલોની વાત કરીએ તો ગયા વર્ષે જૂનમાં સોયાબીન તેલની આયાત લગભગ 3,31,171 ટન પર પહોંચી ગઈ છે. જ્યારે આ વર્ષે જૂનમાં તે 2,06,262 ટન પર આવી ગયો છે. એ જ રીતે, સૂર્યમુખી તેલની આયાત 2,69,428 ટનથી ઘટીને 175,702 ટન પર આવી છે.
ભારત કયા દેશોમાંથી ખાદ્યતેલની આયાત કરે છે? : એસઇએ કહે છે કે આરબીડી પામ ઓઇલ પર પ્રતિબંધ ન હોવાને કારણે નેપાળ અને બાંગ્લાદેશથી મોટી માત્રામાં રિફાઇન્ડ તેલ આયાત ડ્યૂટી વિના આયાત કરવામાં આવશે. આની અસર સ્થાનિક બજારમાં રિફાઇનર્સ પર પડશે. જુલાઈ 1 ના રોજ ભારતમાં ખાદ્યતેલોનો કુલ સ્ટોક 19.87 લાખ ટન હતો.
એક અંદાજ મુજબ આમાંથી લગભગ 12.60 લાખ ટન પાઇપલાઇનમાં છે. ચાલો તમને જણાવી દઈએ કે ભારતમાં પામ ઓઇલ મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. આર્જેન્ટિનાથી પણ થોડી માત્રામાં ક્રૂડ નરમ તેલની આયાત કરવામાં આવે છે. આ સિવાય, યુક્રેન અને રશિયાથી સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!