અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાંક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેવામાં તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
તેઓ છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા.ઇસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઓ કેજરીવાલની હાજરીમાં જ આપમાં જોડાયા.આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ 2022ની ચૂંટણી છે.
રાજ્યમાં આમ આદમી પાર્ટીમાં (AAP) જાણીતા પૂર્વ તંત્રી ઈસુદાન ગઢવીના (Isudan Gadhvi) જોડાઈ જવાથી રાજકીય માહોલમાં (Politics) ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીએ (AAP) તેમના ટ્વીટર (Twitter) પર પેજ પર આપ ગુજરાત- મિશન 2022 (Mission 20220) લખી નાખ્યું છે.
વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ ઘણી વાર છે તે પહેલાં આપ દ્વારા મિશન 2022નું રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈટાલિયા અને પૂર્વ તંત્રી ઈસુદાનની જોડી જાણીતા ચહેરાઓને આપમાં જોડી રહી છે. આ અનુસંધાનમાં છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીમાં આજે ઈટાલિયા-ઈસુદાનની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા જોડાઈ ગયા છે.વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે.સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે તેમના જોડાવાથી મોટો વર્ગ આપ તરફે જાય તેવી વકી છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ છે.આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ થાય તેવી શક્યતા છે.કારણ કે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે.ઉલ્લેખનિય છે કે, શનિવારે કાગવડ ખોડલધામ મંદિર ખાતે પાટીદારોએ મહત્વની બેઠક યોજી.
જે બાદ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે આમ આદમી પાર્ટીના વખાણ કરી આપનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જણાવતા ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ છે.2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં AAP સક્રિય, ઈસુદાન ગઢવી અને ગોપલ ઈટાલીયા ની પત્રકાર પરિષદ, ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સિંગર વિજય સુંવાળા જોડાયા AAP માં જોડાયા છે.
આ સાથે આજે ઈટાલિયા અને ઈસુદાનની હાજરીમાં ખેડા જિલ્લાના વસો તાલુકાના હાલાલા ગામના પૂર્વ સરપંચ અને સર્વ સમાજ સેનાના અધ્યક્ષ મહિપતસિંહ ચૌહાણ આપમાં જોડાયા છે. તેઓ વર્ષ 2009-2016 સુધી કલકત્તામાં મેજનેર હતા અને વર્ષ 2016માં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવીને જીત્યા હતા. તેમણે બે વર્ષમાં જ પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું હતું
બીજી તરફ વિજય સુવાળા ગુજરાતના એ જાણીતા કલાકાર છે કે તેમના પર લોકોનો અનહદ પ્રેમ છે, તેમણે ગાયેલા ગીતો, ભજનોના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં પ્રખ્યાત અને લોકચાહના પણ ધરાવે છે. તેમને અનુસરતા લોકોનો વર્ગ ઘણો વધારે છે.
હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો ઘણો વર્ગ તે તરફ જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. વિજય સુવાળા ઈસુદાન ગઢવી-ગોપાલ ઈટાલીયાની હાજરીમાં વિધિવત રીતે જોડાયા હતા.આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જોરશોરમાં ચાલી રહ્યું છે. પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે.
આ તકે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ તંત્રી ઈસુદાને આજે એક ટ્વીટ કર્યુ હતું, ઈસુદાને પોતાના ટ્વીટમાં લખ્યું, ‘મિત્રો હવે રાહ શેની જુવો છો ,કરો આજે જ મિસ્ડ કોલ અને જોડાવો આમ આદમી પાર્ટી સાથે ..ગુજરાત ને ભષ્ટ્રાચાર મુક્ત બનાવવા આપણે સૌ એ પોતાની શક્તિ પ્રમાણે મહેનત કરવી પડશે .કરો કોલ 7070237070. પર’
આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં જાણીતા રાજકીય, સામાજિક અને જાહેર જીવનના ચહેરાઓને જોડવાની ફીરાકમાં છે. પાર્ટીના નેતાઓ કેજરીવાલની સ્વચ્છ છબીની વિચારધારા મુજબ કેટલાક કર્મશીલોને શોધી રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત થોડા દિવસ પહેલાં સેલિબ્રિટી રેડિયો જોકી આર.જે આશિષને પણ આપમાં વડોદરા શહેરના કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. આમ પૂર્વ આર.જે. પૂર્વ પત્રકાર, પૂર્વ સરપંચ, ગાયક કલાકાર જેવા અનેક જાણીતા ચહેરાઓ આપમાં જોડાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!