પતિ-પત્ની વચ્ચે અવારનવાર જગડાઓ ચાલતા રહે છે. આ જગડાને લીધે ક્યારેક જીવલેણ ઘટના પણ બની જાય છે. ક્યારેક વાત છુટા છેડા સુધી પહોંચી જાય છે તો ક્યારેક વાત આપઘાત સુધી પણ પહોંચી જાય છે. અમુકવાર પતિ-પત્નીનના આ જગડાઓ ઘણા મોટા થઇ જાય છે. આવા જગડાઓને લીધે સમાજને પણ ઘણું બધું ભોગવું પડે છે.
આ ઘટના બની છે, તાપી જીલ્લાના વાલોડ તાલુકા પંચાયતમાં મહિલા ફરજ બજાવતી હતી. આ મહિલા એકલી રહેતી હતી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતી હતી. મહિલા પરણિત હતી. આ મહિલાને જીવનમાં પતિ-પત્ની વચ્ચે ઘણા વિવાદો ચાલતા હતા. એના લીધે પતિએ એક દિવસ મહિલાના કામ સ્થળ પર આવીને મહિલા પર પેટ્રોલ છાંટી દીધું.
અને મહિલાએ ભાગવાના પ્રયાસો કર્યા પરંતુ પતિએ પાછળ દોડીને આગ લગાવી દીધી હતી. બાદમાં મહિલા બાલ્કની માં જ લથડી પડી. મહિલા બાલ્કનીમાં જ સળગી ગય. પછી પતિ બહાર ભાગતો આવ્યો ત્યારબાદ પતિ પણ પોતાના પર પેટ્રોલ છાંટીને જાતે સળગી ગયો અને આપઘાત કરી લીધો. મહિલાએ બંનેના સ્થળ પર જ મોત થયા હતા.
પતિ-પત્નીની આ ઘટનાને જોઈને ત્યાં સ્થિત લોકો ચોંકી ગયા હતા. પતિ-પત્નીના જીવનના જગડાને લઇને બંનેએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પત્નીઆ સ્વભાવને કારણે જ અવારનવાર જગ્ડાઓ થતા હતા. પતિ-પત્નીને એક પુત્ર પણ હતો. માતા-પિતાના મુત્યુ બાદ પુત્રને જાણ કરી હતી. પુત્રને ઘટનાની જાણ થતા તરત જ પંચાયત કચેરીમાં પહોંચી ગયો હતો.
પુત્રનું નામ મનન હતું. માતા-પિતાની સળગતી લાશો જોઇને પુત્ર પણ બેભાન થઇ ગયો. જેણે હાલમાં જ ૧૨ ની પરીક્ષા આપી રહ્યો હતો. આ માતા-પિતાના દુઃખદ ઘટના જોઈને પુત્ર ભાંગી પડયો હતો. મનન પરથી માતા-પિતા ની છત્ર-છાયાં છીનવાય ગય હતી. જેથી મનનને તાત્કાલિક વાલોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડયો હતો.
ઘટના સ્થળે રહેલા કર્મચારીઓએ આગ બુજાવાની કોશિશ ઘણી કરી હતી. અને કર્મચારીઓમાં અફરાતફરી મચી ગય હતી. સળગતી મહિલાને બચાવા લોકોએ ઘણી દોડા-દોડી કરી હતી. અને આગ બુઝાવા ની બોટલો લઇ ને દોડી રહ્યા હતા. આ બંને પતિ-પત્નીને બચાવા કર્મચારીઓએ ઘણી કોશિશો કરી હતી હર માની ન હતી પરંતુ પતિ-પત્નીને બચાવામા લોકો નિષ્ફળ રહ્યા.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!