તા.૩/૫/૨૦૦૪, સ્વામીશ્રી લંડનમાં વિરાજમાન હતા. ઠાકોરજીનાં દર્શન કરીને ઉતારેપધારી રહ્યા હતા.વચ્ચે લોબીમાં યુવકો સ્વામીશ્રીનાપથની આજુબાજુ લાઇનમાં ઊભા હતા. દરરોજ આ લોબીમાં યુવકો વિવિધ રજૂઆત કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરે.
સ્વામીશ્રી પણ તેઓની રજૂઆતમાં ભળી જઈ ગમ્મત કરાવે કે લટકાંદ્વારા સ્મૃતિ આપે.આજે આ યુવકોએ કીર્તન ઉપાડ્યું, ‘મને સંતમળ્યા ભગવંત મળ્યા, મારા પૂર્વજન્મનાં પુણ્ય ફળ્યાં.”બધા કીર્તન ગાતા હતા ત્યારે સ્વામીશ્રી પસાર થતાંથતાં તમામનાં કપાળ સામે જોઈ રહ્યા હતા.
વારાફરતી એક એક યુવકને નિર્દેશ કરી કહી રહ્યા હતા,‘આને મળ્યા છે, આને નથી મળ્યા…, આને મળ્યાછે…, આને નથી મળ્યા…’ યુવકોને તથા સંતોનેઆશ્ચર્ય થયું.
કેટલાકને ‘સંત મળ્યા ભગવંત મળ્યા’એમ પ્રાપ્તિ થઈ છે અને કેટલાકને નથી થઈ !સ્વામીશ્રીના કહેવાનું રહસ્ય કોઈને ન સમજાયું.
એટલે સ્વામીશ્રીને યુવકોએ પૂછ્યું, ‘બાપા મળ્યા છે.અને નથી મળ્યા એટલે શું ?’ સ્વામીશ્રી કહે, ‘સંતમળ્યા છે એ બરાબર છે, પણ તિલક-ચાંદલો કરવો આ બધાનો કપાળમાં તિલક ચાંદલા નથી એટલે તેમને નથી મળ્યા. જેના કપાળમાં તિલક-ચાંદલો છે તેને મળ્યા છે.’
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરીઅને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે
ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!