હાલમાં ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. આ ઘટનાઓ ખુબ જ ગંભીર બનતી હોવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ઘણી બધી ઘટનાઓ અચાનક બની જતા ઘણા બધા લોકોના મોત પણ થવા લાગ્યા છે. હાલમાં ચોમાસું ચાલુ થતા સારો વરસાદ પડી રહ્યો છે.
વરસાદી પાણીમાં નહાવા જતાં લોકો ડૂબી રહ્યા છે. ડૂબવાની ઘટના હાલમાં ઘણી બની રહી છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના માંગરોળ તાલુકાના કુંવરદામાં 5 મિત્રો રહેતા હતા. આ પાંચ મિત્રો એકસાથે વિશ્વાસ રેસીડેન્સીમાં રહેતા હતા. રવિવારની મિત્રોને રજા હોવાને કારણે પાંચેય મિત્રો તળાવમાં નાહવા માટે ગયા હતા.
કુંવરદા ગામમાં ગામની બહાર એક મોટું તળાવ આવેલું છે. આ તળાવ વરસાદી પાણીને કારણે છલોછલ ભરાઈ ગયું હતું. વરસાદના ઠંડા વાતાવરણના પાણીમાં નાહવા માટે પાંચેય મિત્રો તળાવમાં નાવવા માટે ગયા હતા. તે સમયે પાંચ મિત્રો એક સાથે તળાવમાં ડૂબકી લગાવી રહ્યા હતા.
પાંચે મિત્રોમાંથી બે મિત્રો તળાવમાં અંદર સુધી ગયા હતા. તે સમયે પાણી વચ્ચે ઊંડું હોવાને કારણે બંને મિત્રો ડુબવા લાગ્યા હતા. કિનારે રહેલા ત્રણ મિત્રો ડૂબી રહેલા મિત્રોને બચાવવા જાય તે પહેલા ખૂબ જ પાણીમાં ફસાઈ ગયા હતા. કિનારે રહેલા મિત્રો બુમાબૂમો કરવા લાગ્યા હતા. તેને કારણે આસપાસ રહેલા લોકો તળાવે દોડી આવ્યા હતા.
આ બંને ડૂબતા મિત્રોને બહાર કાઢવા માટે કોશિશ કરવામાં આવી હતી પરંતુ બહાર કાઢે તે પહેલા પાંચેયમાંથી આ બંને મિત્રોનું મૃત્યુ થઈ ગયું હતું. આ બંને મિત્રો શીખ પરિવારના હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ મિત્રોના પરિવારજનોને કરતા શીખ પરિવારમાં આઘાતનું મોઢું ફરી વળ્યું હતું.
5 મિત્રો તળાવમાં નાહવા ગયા હતા. તેમાંથી 2નું મૃત્યુ થઈ જતા બાકીના ત્રણ મિત્રો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને તેઓ એટલા ડરી ગયા હતા કે તે કાંઈ બોલી પણ શકતા ન હતા. આ બંને મિત્રો ડૂબી ગયા હતા. તે માટે ગામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!