ટ્રક રીવર્સ ચલાવતા પાછળ સુતેલા મજુર બાળકના કરી નાખ્યા કુચે-કુચા, જોઇને ભલભલા ચોંકી ઉઠયા..!!

0
118

હાલના સમયમાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. અને ક્યારેક વાહનો વચ્ચે અકસ્માત થાય છે, તો ક્યારેક મોટા વાહનો વ્યક્તિઓને કચડી નાખી છે. આવી ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. દિવસમાં ક્યાંકને ક્યાંક આવી ઘટનાઓ બનતી જોઈ રહ્યા છીએ. અકસ્માત સર્જાતા લોકોને મુસાફરી સમયે જીવ અદ્ધર રાખીને શ્વાસ પણ લેવો પણ  અઘરો બની ગયો છે.

આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના કેશોદમાં બની હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં એક ભિક્ષુક પરિવાર સાથે બન્યો હતો. આ પરિવાર કેશોદ શહેરના ટીલોરી નદી કિનારે આવેલા મકસૂદ ચોકમાં રાત્રીના સમયે બન્યો હતો. આ ચોકમાં એક પરિવાર સુતો હતો. આ પરિવારનું મૂળ વતન ભાવનગર હતું.

ભાવનગરથી ભિક્ષુક પરિવાર કેશોદમાં રોજીરોટી મેળવવા માટે આવ્યો હતો. આ પરિવારમાં પતિ-પત્ની અને તેના 4 બાળકો રહેતા હતા. તેમાં એક બાળક 3 વર્ષનું હતું. આ પરિવાર મકસૂદ ચોકમાં રહેતું હતું. સાંજના સમયે તેઓ સૂતા હતા. તેની થોડે દૂર એક ટ્રક પડયુ હતું. ત્યાં ખુલી જગ્યા હોવાને કારણે લોકો પોતાના વાહનો અહી પાર્ક કરતા હતા.

અને આ ટ્રક ચાલક આપણી આસપાસ જોયા વગર તેણે ટ્રક ચાલુ કર્યું. અને આ ચોકમાં સૂતેલા પરિવારના 5 સભ્યોને અડફેટે લઈ લીધા હતા. પતિ-પત્ની અને તેના 4 બાળકો આ ખુલ્લી જગ્યામાં સૂઈ રહ્યા હતા તે આ ચાલકે જોયું નહિ.  અને ટ્રક ચાલકે ટ્રક ચાલુ કર્યા બાદ સીધ્ધું ટ્રકને રિવર્સ લેતા આ પરિવારના 3 વર્ષના બાળકનું માથું કચડી નાખ્યું હતું.

અને તેની માતાનો પગ પણ કચડી નાંખ્યો હતો. બાળકનું માથું આવી જતા તેનું ત્યાંને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. અને પિતાએ તેના બીજા 3 બાળકોને બચાવી લઇને દૂર જતો રહ્યો હતો. ત્યારબાદ તેનો પરિવાર બુમાબુમ કરવા લાગ્યો તેને કારણે આસપાસના રહેતા લોકો બહાર મદદ માટે દોડી આવ્યા હતા.

આ ટ્રકચાલકને પકડે તે પહેલા જ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અને આસપાસના લોકોએ આ પરિવારની મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ મહિલાના પરિવારને આર્થિક મદદ આપીને ભાવનગર તેના વતન પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ મહિલાના પતિએ કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here