અડધી રાત્રે ત્રીજા માળના ધાબા પરથી નીચે પડતા મહિલાનું શંકાસ્પદ મોત.. પરિવાર ઊંઘતો રહ્યો અને મહિલા સાથે…. વાંચો..!

0
196

ઘણી વખત આપણી સામે એવા શંકાસ્પદ કેસ સામે આવતા હોય છે કે, જેમાં અસલી આરોપી કોણ છે. તેની પરખ થઈ શકતી નથી. પોલીસ પણ શંકાસ્પદ કિસ્સાઓને ઉકેલવા માટે ઘણો સમય લગાવી દેતા હોય છે. આજે સુરતના ગોડાદરામાં સવાર સવારમાં એક એવો જ શંકાસ્પદ કિસ્સો બન્યો છે.

સુરતના ગડોદરા વિસ્તારમાં આવેલી કેશવનગર સોસાયટીમાં મુળ બિહારનો પરિવાર ઘણા વરસોથી અહીં વસવાટ કરે છે. પરિવારમાં બે દીકરા એક નાની દીકરી તેમજ પતિ-પત્ની નો સમાવેશ થાય છે. પતિ મજૂરી કામ કરે છે જ્યારે પત્ની ઘરકામ કરે છે. સવાર સવારમાં 06:00 વગ્યા માં પોલીસ સ્ટેશનની કોલ આવ્યો કે,

મારી પત્ની રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મળી આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ કરતાં જણાવ્યું છે કે, આ મહિલાની હાલત માનસિક રીતે ખરાબ હતી. તેની માનસિક બીમારી ની દવાઓ પણ ચાલતી હતી. મહિલાના પતિએ જણાવ્યું છે કે, અમારો પરિવાર રાત્રે સૂઈ ગયો હતો..

અને સવારમાં જાગીને બાળકો તેની માતાને શોધવા લાગ્યા. ઘરમાં તપાસ કર્યા બાદ પણ માતાના ન મળતા બાળકોએ પિતા ને જગાડ્યા હતા. પિતાએ પણ ઘરમાં આસપાસ જોયું તો પણ માતાનો અતો પતો ન મળ્યો હતો. ત્યારે પાડોશી માંથી એક વ્યક્તિ આવીને કહ્યું કે, તમારી પત્ની નીચે પડી ગઈ છે…

અને લોહીલુહાણ હાલતમાં છે પતિ તેની પાસે પહોંચે એ પહેલાં જ તેણે જીવ ગુમાવી દીધો હતો. પતિ નું કહેવું છે કે, તેની પત્ની માનસિક બીમારીથી પીડાઈ રહી હતી તેની દવાઓ પણ ચાલતી હતી. હકીકતમાં મહિલા ધાબા પરથી નીચે પડી ગઈ છે પતિ નું કહેવું છે કે તે ક્યારેક ક્યારેક ઊંઘમાં પણ ચાલતી જતી હતી.

ખરેખર આ મહિલાના મોત પાછળ કયું કારણ જવાબદાર છે તેની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં ચાલવાને કારણે જ મોત થયું છે કે આ મોત પાછળ હત્યાનું કાવતરું છે તેની જાણકારી મેળવી રહી છે. પરિવારનું કહેવું છે કે તેઓ નિરાતે ઊંઘતા હતા અને એક બાજુ પત્ની સાથે માનસિક બીમારી જોડાયેલી હોવાથી તેણે આ પ્રકારનું પગલું ભરી લીધું હશે.

મહિલાની ઉંમર ૩૫ વર્ષની છે. અને તેમનું નામ ગુડ્ડી દેવી છે. બે માળ પછીના ધાબા પર તેઓ એક રૂમમાં રહેતા હતા. તેથી મહિલા ધાબા પરથી નીચે પડી હોવાનું સામે આવ્યું છે. આ બધી ઘટના બાદ પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ છે, કારણ કે તેના બે દીકરા અને એક દીકરી એ નાની વયમાં જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેમજ તેમના પરિવાર પર ખૂબ મોટા આફતના વાદળો ઘેરાયા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here