ટ્રકે 8 વર્ષના દીકરાનું ટક્કર મારી માથું કચડી નાખ્યું, અકસ્માત જોઇને સૌના હદય ધ્રુજી ગયા..!!

0
140

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. અકસ્માતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાના વાહનો બેફામ રીતે હકાવીને બીજા લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે. પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. લોકો સાથે અકસ્માત સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે.

આજકાલ અકસ્માતની ઘટનાઓ નાના બાળકો સાથે બનતા નાના બાળકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. તેને રમતગમતની જિંદગીને જીવી શકતા નથી અને અકસ્માતમાં ભોગ બની જાય છે. ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી. ગાંધીનગર જિલ્લામાં કલોલના પાનસરની 3 નંબરની શેરીમાં રહેતા પરિવારના દીકરા સાથે આ ઘટના બની હતી.

પાનસરની શેરીમાં નાસીરહુસૈન અંસારી નામના યુવકનું પરિવાર રહેતું હતું. નાસીરભાઈ રીક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યા હતા. તેના પરિવારમાં 7 મહિનાનો દીકરો, તેની 6 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો રહેતા હતા. 8 વર્ષના દીકરાનું નામ મહંમદ હતું. મહંમદ ધોરણ-1 માં અભ્યાસ કરતો હતો. નાસિરભાઈ પોતાના કામ ધંધે રીક્ષા લઈને કલોલથી અમદાવાદ શહેર ધંધાનું કામ હોવાને માટે ગયા હતા.

તે સમયે તેની પત્ની ઘરે બાળકો સાથે હતી. પરંતુ મહંમદની સાઇકલ ચલાવા બહાર નીકળવું હતું. તેથી તે તેની માતા સાથે તોફાન કરીને ઘરની બહાર સાયકલ ચલાવવા માટે નીકળ્યો હતો. તે સમયે ઘરની બહારના કમ્પાઉન્ડમાં તે પોતાની સાઇકલ ચલાવી રહ્યો હતો. તે સમયે અચાનક જ ખૂબ જ ઝડપી સ્પીડે એક ટ્રક આવી રહ્યો હતો.

મહંમદ સાયકલ ચલાવી રહ્યો હતો તેને અડફેટે લઈ લીધો હતો. આ ટ્રક ઓએનજીસીનો હતો. સાયકલ સાથે કારણે મહંમદને ખૂબ ઉછાળીને રોડ પર પટકાવી દીધો હતો. મહંમદ રોડ પર ભટકાવવાને કારણે તે ઉછળીને ટ્રક પાસે જ પડ્યો હતો. ટ્રક ઝડપી સ્પીડમાં હોવાને કારણે ટ્રકનો પાછળનો ટાયર મહંમદના માથા પરથી ચાલી ગયું હતું.

ત્યારબાદ ટ્રક ડ્રાઇવરે પોતાના ટ્રકને ઉભો રાખ્યા વગર જ ભાગી ગયો હતો. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો બુમ પાડી બેઠા હતા. મહમદ પાસે દોડી આવ્યા હતા. અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકોને ભેગા થયેલા જોઈને મહંમદની માતા પણ આવી પહોંચી હતી. મહંમદને આ હાલતમાં જોઈને તે બેભાન થઈ ગઈ હતી.

ત્યારબાદ મોહમ્મદના પિતા અને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. મહંમદના પિતા તરત જ પોતાનું કામ મૂકીને ઘરે આવ્યા હતા. મહંમદને જોઈને તેઓ પણ આઘાતમાં આવી ગયા હતા. આ 8 વર્ષના કિશોરને રમવાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવવું પડ્યો હતો. આજકાલ આવા અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા બાળકો પોતાના જીવો ગુમાવી રહ્યા છે.

અકસ્માતો વધારે સર્જાવાને કારણે સરકારે ઘણા નિયમો પણ બનાવ્યા .છે છતાં પણ લોકો પોતાનું બેફામ ડ્રાઇવિંગ કરીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. નાસીર ભાઈએ પોતાના દીકરા સાથે અકસ્માત સર્જેલા ટ્રક ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ટ્રક ચાલકની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here