ટ્રકે ગર્ભવતી મહિલાની બાઈકને ટક્કર મારતા ગર્ભમાં રહેલી બાળકી સાથે થયું એવું કે, જોઇને સૌના રુંવાડા બેઠા થઇ ગયા..!!

0
171

આજકાલ લોકો સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. હાલમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લોકોની અવરજવર વધતા અકસ્માતો પણ વધારે પ્રમાણમાં સર્જાય રહ્યા છે. આજકાલ અકસ્માતો થતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

ખરાબ ડ્રાઇવિંગ કરીને બીજા લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે. આવી અકસ્માતની ઘટનાઓને કારણે આજકાલ ઘણી બધી કરુણ ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. એક મહિલા ગર્ભવતી હતી. તે પોતાની બાળકીને જોઈ પણ શકી ન હતી આવી કરુણઘટના હાલમાં બની હતી.

આ ઘટના ફિરોઝાબાદમાં બની હતી. ઘનૌલા જિલ્લામાં આવેલા એક ગામમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ પત્ની અને તેમના ઘરના અન્ય સભ્યો રહેતા હતા. અકસ્માત સર્જાયો તે યુવતીનું નામ કામિની હતું. તેમના પતિનું નામ રામુ હતું. કામિની ગર્ભવતી હતી. તેને નવમો મહિનો જતો હતો. કામિનીના પિયરના લોકો ફિરોઝાબાદમાં આવેલા વજીરપુર કોટલામાં રહેતા હતા.

કામિનીના પરિવારના લોકો કામિને ખુબ જ સારી રીતે સાચવી રહ્યા હતા પરંતુ કામિનીને તેના પિયરના લોકોની ખૂબ જ યાદ આવી રહી હતી. તેને કારણે કામીનીએ પોતાના પતિને કહ્યું હતું કે તેને પોતાના પિયરના લોકોને મળવાની ઈચ્છા થઈ છે અને તેને મળવા જવું છે પતિએ ના પાડી હોવા છતાં તે ખૂબ જ જીદ કરી રહી હતી.

તેને કારણે રામુએ માનીને એક દિવસ સવારના સમયે તેની પત્ની કામિનીને બાઈક પર લઈને તેના પિયરમાં મળવા જવા નીકળ્યા હતા. રામુના ગામથી કામિનીના પિયરનું ગામ 40 કિલોમીટર દૂર હતું. તે સમયે બંને જઈ રહ્યા હતા. ત્યારે ગામથી થોડેક આગળ દૂર નીકળ્યા ત્યારે એક ધાબો આવ્યો હતો. ત્યાં કામિનીને પર ચા પીવાની ઈચ્છા થઈ હતી.

તેથી પતિએ ચાર પીવડાવી હતી અને ચા પીધા બાદ પાંચ કિલોમીટર આગળ વધ્યા હતા. ત્યારે એક ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો અને તેણે રામુની બાઇકને ટક્કર મારી દીધી હતી. ટક્કર મારવાને કારણે પાછળથી કામિની પડી ગઈ હતી. કામિની પડી જવાને કારણે તે પોતે ગર્ભવતી હતી. તેને બેલેન્સ ન રહેતા તે ટ્રકના આગળના પૈડા પાસે પડી ગઈ હતી.

ટ્રક ચાલક પણ ખૂબ જ ઝડપી સ્પીડમાં હોવાને કારણે તેણે ટ્રકને રોક્યો નહીં અને કામિની પરથી ટ્રક ચલાવી દીધો હતો. ત્યારે કામિનીના ગર્ભમાં રહેલ બાળકી બહાર ફેંકાઈને 5 ફૂટ દુર પડી ગઈ હતી. અને કામિનીના શરીરના કુચેકુચા થઈ ગયા હતા. અને તેનું પેટ પણ ફાટી ગયું હતું જેને કારણે બાળકી ફંગોળાઈને દૂર પડી હતી. તેનો પતિ પણ એક બાજુ પડ્યો હતો.

ત્યારબાદ આસપાસના લોકો આ ઘટના જોઈને ચીસ પાડી બેઠા હતા. તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ નવજાત બાળકીને લોકો જોવા ગયા ત્યારે નવજાત બાળકી ખૂબ જ રડી રહી હતી. તેને તરત જ આસપાસના લોકોએ લઈને તેના પિતાના ખોળામાં આપી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

એમ્બ્યુલન્સને તરત જ ફોન કરીને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કામિનીનો પતિ રામો ખૂબ જ શોકમાં આવી ગયો હતો. તેને કારણે તે ભાન ભૂલી બેઠો હતો. તેની સામે તેની પત્નીના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ જોઈને રામુ પણ બેભાન થઈ ગયો હતો. તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યારબાદ આસપાસ રહેલા લોકોએ ટ્રક ચાલકને પકડી રાખ્યો હતો. પોલીસના આવ્યા બાદ આ ટ્રક ચાલકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. આવી રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના હાલમાં બની હતી. એક માતાએ પોતાની બાળકીને નવ મહિના સુધી ગર્ભમાં સાચવ્યા બાદ પોતાની દીકરીનું મોઢું જોયા વગર તેણે પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો.

આ બાળકીના પિતા પણ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. કામિનીના મૃત્યુની જાણ તેના કાકાને થતા તેને પણ ખૂબ જ આઘાત લાગી ગયો હતો. જેને કારણે તેનું નિધન થઈ ગયું હતું. બાળકીના પિતાના બાળકીને ખોળામાં લઈને ખૂબ જ રડી રહ્યા હતા. આવી કરુણ ઘટના હાલના સમયમાં બની રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here