ટ્રકે ઇકો કારને ટક્કર મારતા સર્જ્યો જીવલેણ અકસ્માત, 3 ના એકસાથે કમકમાટી ભર્યા થયા મોત..!!

0
125

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ વધી રહી છે. અકસ્માતમાં ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. રાજ્યમાં અકસ્માતની ઘટનાઓની સંખ્યા વધી રહી છે. જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેની સાથે સાથે અકસ્માતોની પણ ઘટના વધી રહી છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

પોતાનું વાહન બેફામ ચલાવીને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આજકાલ મોટા વાહનો સાથે અકસ્માતોમાં ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. મૃત્યુ થતાં પરિવારમાં વેરવિખેડ થઈ જાય છે. એક સાથે ઘણા બધા વ્યક્તિઓના અકસ્માતમાં મૃત્યુ થઈ રહ્યા છે. આવી જ એક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી.

આ અકસ્માતની ઘટના ભાવનગર જિલ્લામાં બની હતી. ભાવનગર જિલ્લામાં એક ટ્રક અને મારુતિ ઇકો કાર સામસામે ટકરાતા ખૂબ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-અમદાવાદના હાઇવે પર પીપળી વટામણ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકો સિહોરથી ખેડા જિલ્લા તરફ જઈ રહ્યો હતો.

ઇકો કારમાં 5 વ્યક્તિઓ બેઠા હતા. તેઓ શિહોર ગામેથી ખેડા જિલ્લામાં કોઈ કામ હોવાને કારણે શિહોરથી ખેડા જિલ્લા તરફ જઈ રહ્યા હતા અને તે સમયે સામેથી એક ભાવનગર તરફ ટ્રક આવી રહ્યો હતો. ઇકો કારમાં પાંચ બેઠેલા સભ્યોમાંથી એક સુખાભાઈ જેઠાભાઈ મકવાણા હતા. તેઓની ઉંમર 40 વર્ષની હતી.

સુખાભાઈ શ્રેય સોસાયટી ટાઉનહોલની પાછળ સિહોરમાં રહેતા હતા. બીજો વ્યક્તિ ગોવિંદભાઈ હમીરભાઈ ગોહિલ હતા. તેઓ ઈશ્વરીયા ગામમાં રહેતા હતા. ત્રીજો વ્યક્તિ વિહાભાઈ લખમણભાઇ ખાંભલીયા હતા. તેઓની ઉંમર 40 વર્ષની હતી. વિહાભાઇ રામધરી ગામમાં રહેતા હતા. તેની સાથે બીજા બે વ્યક્તિઓમાંથી એક ગાંડા કમા જોટાણા-રબારી હતા.

તેની ઉંમર 45 વર્ષની હતી. તેઓ જીથરી ગામમાં રહેતા હતા. બીજો વ્યક્તિએ બુધા ડાયા જોટાણા-રબારી તેઓ મોટા સુરકામા રહેતા હતા. આ સભ્યો શિહોર તાલુકાના જ હતા. તેમાંથી અકસ્માત સર્જાતા સુખાભાઈ, ગોવિંદભાઈ અને વિહાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતમાં ઇકો કાર ખેડા જિલ્લા તરફ સિહોરથી જઈ રહ્યો હતો.

સામેની બાજુથી ભાવનગર તરફ એક ટ્રક આવી રહ્યું હતું. આ ટ્રક વડોદરા બાજુથી આવી રહ્યો હતો. ટ્રકમાં ડુંગળી ભરેલી હતી અને આ ટ્રક મધ્યપ્રદેશનો પાર્સિંગ હતો. ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો. ટ્રક ચાલક પોતાના ઝડપી રહ્યો હતો. ઇકો કાર સામેથી આવી રહી હતી. તો કાર સાથે ટક્કર મારી દીધી હતી.

ટક્કર માતાની સાથે જ ઇકો કારનું આગળનું બોનેટ પાછળ ઘૂસી ગયું હતું. તેને કારણે ઇકો કારમાં ડ્રાઇવિંગ કરી રહેલા વ્યક્તિને બોનેટ ઉંદર ઘુસી જતા તે ચેપાઈ ગયા હતા તેને કારણે તેને મૃત્યુ ઘટના સ્થળે થઈ ગયું હતું. આગળ બેઠેલા બંને વ્યક્તિઓના આવી જ રીતે કમકમાંટી ભર્યા મોત થયા હતા. અને પાછળ બેઠેલામાંથી એક વ્યક્તિ મૃત્યુ થઈ ગયું હતું.

આગળ ટક્કર મારીને ટ્રક બાજુની સાઈડ ઘસાયો હતો. અને તેની સાથે રહેલા બંને રબારી ભાઈઓ ગંભીર હાલતમાં હતા. અકસ્માત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ટ્રક ચાલકને ઉભો રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને બંને ગંભીર થયેલા વ્યક્તિઓને ધંધુકા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ત્યાથી વધુ સારવાર માટે તેને ભાવનગર સર.ર્ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ઘટનાની ધોલેરા પોલીસને થતા તે તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જના ટ્રક ચાલકની સામે તપાસ કરી રહી હતી. પરંતુ એકસાથે મૃતકોના પરિવારના જાણ થતા તેઓના આઘાત લાગી ગયો હતો. આમ એક સાથે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજો ફરી ગયું હતું અને રબારી સમાજમાં શોકનું મોજું ફરી ગયું હતું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here