તુફાનગાડીએ કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલી ટ્રોલી સાથે થયું ભયંકર અથડામણ મહિલાનું કરુણ મોત..!! ઓમ શાંતિ.

0
147

આજકાલ લોકોના કરુણ મોત અચાનક થવા લાગ્યા છે કોઈએ ધાર્યું ન હોયને એવી ઘટના સર્જાય જાય છે અને એકાએક મૃત્યુ પામે છે. આજે લોકો પોતાની મરજીથી ખુલે આમ નીકળે તો, ક્યારે શું બની જાય છે એની ખબર રહેતી નથી. એવું કોઈએ વિચાર્યું પણ ના હોય. લોકોની ખુશીની જિંદગી ક્યારે છીનવાય જાય છે એ કોઈ કહી શકતું નથી.

એવો જ એક કરુણ અકસ્માત બન્યો છે, વડોદરા શહેરના શિનોર તાલુકાના સાધલી ગામમાં રહેતા એક પરિવારનો છે. તેમાં લીલુભાઇ સુરસિગ પોચાયા પોતાના પરિવાર સાથે રહે છે. તે મજુરી કામ કરે છે. એક દિવસ રાત્રીના સમયે તેના ગામ જવા નીકળ્યા હતા. તેઓનું ગામ બંદ તાલુકાના અલીરાજપુર જીલ્લામાં આવ્યું હતું.

ત્યાં તેઓ તેના મોટા બાપુસૂરભાનભાઇ પોચાયાનું બારમું હતું. તે કરવા માટે લીલુભાઈ પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા. તેની સાથે કુટુંબી કબીલા અને કાકાનો દીકરો ફુદલાભાઈ સાથે તુફાન ગાડી લઈને નીકળ્યા હતા. આ ગાડીમાં તેમના કાકી પણ હતા. તેનું નામ શકરીબેન જતેની ઉમર 39 વર્ષની હતી. તથા અન્ય 7 થી 8 કુટુંબના લોકો હતા.

સાધલીથી તેઓ નીકળ્યા ત્યાં રસ્તામાં જ અચીસરા ગામની આગળ પહોચતા સામેથી ટ્રેક્ટર આવતું હતું. ટ્રેક્ટર ચાલકએ ટ્રેક્ટરની સાથે ટ્રોલી જોડેલી હતી. તેમાં સુઢીયું ભરીને પૂરી ઝડપે આવતો હતા. આ ટ્રોલીનું સુઢીયુ ઝાડ સાથે અથડાયુ ટ્રેક્ટર ચાલકે ટર્ન મારયો, આ ટ્રોલી તુફાનગાડી સાથે ભટકાઈ ગઈ. તુફાનગાડી રોડ પર જ પલટી ખાઈ ગઈ.

અને તુફાનગાડી ફુદલાભાઈ ચલાવતા હતા એટલે એને ભારે વાગ્યું હતું, એને શકરીબેનને સૌથી વધારે વાગ્યું હતું. તેથી ત્યાં જોત-જોતામાં લોકો ભેગા થઇ ગયા અને તેઓએ તરત જ એમ્બ્યુલન્સને બોલાવી અને તે આવ્યા બાદ ફુદલાભાઇને તથા શકરીબેનને ત્યાં નજીકમાં ડભોઇની હોસ્પીટલમાં લઇ ગયા હતા. અને ત્યાં સારવાર ચાલુ કરે એ પહેલા બંને મૃત્યુ પામ્યા હતા.

અને આ ઘટના બની ત્યારે ટ્રેક્ટર ચાલક ત્યાંથી બીકને માર્યો ભાગી ગયો. આ ટ્રેક્ટર ચાલક અચીસરા ગામ તરફ ભાગ્યો હોવાનું લોકોનું કહેવું હતું. અને તુફાન ગાડીમાં બેઠેલા બીજા કુટુંબીજનોને થોડું ઘણું વાગ્યું હતું, પછી લીલુભાઈએ તેના પરિવાર સાથે આ ઘટના બની એની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને આ ટ્રેક્ટર ચાલકને પકડી પાડવા કહ્યું હતું.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here