આજકાલ કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો ઘણો જ અઘરો બની ગયો છે. અને કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ઘણા ખરાબ કામો કરે છે. અને ક્યારેક કોઈપણ વ્યક્તિ ઘણા સમયથી બીજા વ્યક્તિ પર ગમે તેટલો વિશ્વાસ હોય છે પરંતુ બહારના લોકોને વાતોમાં આવીને પોતાના વિશ્વાસુ વ્યક્તિ ઉપર ઘણી શંકાઓ પેદા કરે છે.
આમાંથી અવારનવાર ઝઘડાઓ થાય છે અને ઝઘડો મારામારી ઉપર આવી જાય છે. એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટમાં બની છે. આ ઘટના રાજકોટમાં ગજેરા પાર્કમાં રહેતી એક યુવતી સાથે બની છે. આ યુવતી તેના પતિ સાથે રહેતી હતી. અને બંનેના લગ્ન થયા તેને ચાર વર્ષ થયા હતા.
બંનેએ લવ મેરેજ કર્યા હતા. પરંતુ યુવતીને પ્રેમમાં જ ધોકો મળશે તે તેમને ખબર નહોતી. આ બંનેને સંતાન ન હતું. યુવતીનો પતિ ટ્રાફિક વોર્ડમાં કામ કરતો હતો. અને તે બંનેના ચાર વર્ષ પહેલાં લવમેરેજ થયા હતા. અને યુવતીનું કહેવું એમ હતું કે તેમનો પતિ તેમને લગ્નના 2 વર્ષ પહેલાં ખૂબ જ સારી રીતે રાખી હતી.
પરંતુ હવે બે વર્ષથી તેના પર શંકા કરી રહ્યો હતો. અને ગઈકાલે યુવતીને તેના પિયરે જવા કહ્યું હતું પરંતુ તેના પતિએ તેને જવા દીધી ન હતી. તેને પાઇપથી ફટકારી હતી. અને ઘટના થઈ એ દિવસે સવારે ઈંટથી ફટકારી હતી. અને પછી પોતે ફિનાઈલ પી ગયો અને પછી યુવતીને પણ આ ફિનાઈલનો ઘૂંટડો પત્નીને પાઈ દીધો હતો.
અને પોતે મોં માંથી બહાર કાઢી નાખી હતી પરંતુ તેમની પત્નીને ફિનાઈલ પીવડાવીને તે ભાગી ગયો હતો. ત્યારબાદ તેના પડોશમાં રહેતા કોઈ યુવતીના માતા-પિતાને જાણ કરી હતી. અને યુવતીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. યુવતીનો પતિ તેમને વારંવાર ધમકી આપતો હતો કે,’તારી હાલત ગ્રીષ્મા જેવી કરી નાખીશ’.
અને તેનો પતિ ટ્રાફિક વોર્ડમાં કામ કરતો હતો. પરંતુ તે રોજે ત્યાં હાજરી પુરાવીને ઘરે પરત આવી જતો હતો અને પછી યુવતી ઉપર શંકાઓ કરતો હતો. આ ઘટના અંગે યુવતીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને યુવતીના પતિ પર કેસ કર્યો હતો. અને પોતાની દીકરીને આ પ્રકારની હેરાનગતી આપતો હતો એમ કહ્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!