વડોદરામાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણ ખાનું, પોલીસ જ ગ્રાહક બનીને ઘુસી ગઈ અને પછી થયું એવું કે….!

0
155

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કુટણખાના ચલાવતા માલિકો તેમજ તેની અંદર કામ કરતા વિદેશી નાગરિકો નો પર્દાફાશ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ સતત કાર્યરત છે. ગુજરાતમાં મોટાભાગના કુટણખાનાઓ ખૂબ અંદરના વિસ્તારોમાં ચાલતા હોય છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ કુટણખાના ને ધરતી ચીરીને આસમાનને ફાડીને ગોતી નાખતા હોય છે…

અને ગંદા કામ કરનાર લોકોની ધરપકડ કરી લેતા હોય છે. ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કુટણખાનું ઝડપી પાડયું છે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં ઘણા કુટણખાના ઓને ક્રાઈમ બ્રાન્ચે તાળા દેવડાવી દીધા છે. ત્યારે વધુ એક કુટણખાનું વડોદરાથી પકડી પાડ્યું છે…

આજે વડોદરાના હરણી રોપ વિસ્તાર માંથી કુટણખાનાનો પરદાફાશ થતા જ ચર્ચાઓએ વેગ પકડી છે. શહેરના હરણી રોડ પર ઓરા ઈન્ટરનેશનલ સ્પા આવેલુ છે. જ્યાં સ્પાની આડમાં કૂટણખાનું ધમધમી રહ્યું હતું. પોલીસને અહી કઈક ખોટું કામ ચાલી રેહવાની બાતમી મળી હતી.

જે મુજબ પોલીસે આ બાતમીને સત્યતામાં બદલવા માટે કામ ચાલુ કરી દીધું હતું.. આ બાતમીના આધારે હરણી પોલીસે પોતે ડુપ્લીકેટ ગ્રાહકને મોકલીને સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. મહિલા પોલીસ સાથેની ટીમે તપાસ કરતાં એક રૂમમાથી ડમી ગ્રાહક સાથે આવેલી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી.

આટલું જ નહીં, સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે 6 યુવતીઓને છોડાવી હતી. આ સાથે જ પોલીસે સ્પાના મેનેજર સહિત 3ની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું કે, ગ્રાહક દીઠ 3000 રૂપિયા લઈને યુવતીઓને 1500 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને પોલીસે વૉન્ટેડ જાહેર કર્યાં છે. 

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here