આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર રાધા અને કૃષ્ણનું નામ એવી રીતે જોડાયેલું છે કે જયારે આપણે એકનું નામ લઈએ અને બીજું નામ ના લઈએ તો એ અધૂરું અધૂરું લાગે છે. આના કારણે જ કૃષ્ણભક્તો તેમને રાધા-કૃષ્ણ કહીને સંબોધતા હોય છે. આ બંને નામએ એકબીજા માટે જ બનેલા છે. આ બંને નામને એકબીજાથી અલગ કરી શકાતા નથી. આ બંને નામ એકસાથે લઈને જાપ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ સરળતાથી પાર પડી જાય છે.
તમે ગમે ત્યારે કોઈ મંદિરમાં જાવ તો તમે પણ જોયું જ હશે કે જ્યાં પણ કૃષ્ણની મૂર્તિ હોય છે. ત્યાં તેમની બાજુમાં જ રાધાજીની પણ મૂર્તિ હોય જ છે. રાધા અને કૃષ્ણની પ્રેમ કહાની તો દુનિયાભરમાં પ્રખ્યાત છે જ. પણ એક સત્ય એ પણ છે કે કૃષ્ણના જીવનમાં એક સમય એવો આવે છે જયારે તેઓને રાધાજીને છોડીને જવું પડ્યું હતું.
શ્રી કૃષ્ણના બાળપણનો પ્રેમ રાધા હતા. શ્રી કૃષ્ણ 8 વર્ષના હતા. ત્યારથી બન્નેને એકબીજાને સાથે પ્રેમની અનુભૂતિ થઇ ગઈ હતી. રાધા શ્રી કૃષ્ણના દૈવીય ગુણોથી પરિચિત હતી. રાધાએ જિંદગીભર તેના મનમાં પ્રેમની સ્મૃતિઓ બનાવી રાખી હતી.
આ જ તેના સંબંધની સૌથી મોટી ખુબસુરતી હતી. કહેવામાં આવે છે કે, શ્રી કૃષ્ણને ફક્ત 2 જ વસ્તુઓ પ્રિય હતી. આ બને વસ્તુઓ એકબીજાથીગાઢ રીતે જોડાયેલી હતી. એક હતા રાધા અને બીજી બાંસુરી. શ્રી કૃષ્ણની બાંસુરીની ધૂનજ હતી જે રાધા ને કૃષ્ણ તરફ ખેંચી લાવતી હતી. રાધાને કારણેજ કૃષ્ણ બાંસુરીને તેની પાસે રાખતા હતા.
ભલે શ્રી કૃષ્ણ અને રાધાનું મિલન ના થઇ શક્યું. પરંતુ બાંસુરીએ એકબીજાને એક સૂત્રમાં બાંધી રાખ્યા હતા. શ્રી કૃષ્ણના જેટલા પણ ફોટો છે. એમાં તેની સાથે બાંસુરી જરૂર સાથે છે. બાંસુરી શ્રીકૃષ્ણ અને રાધાના પ્રતિ પ્રેમનું પ્રતીક છે.
ભગવાન શ્રીકૃષ્ણઅને રાધા પહેલી વાર ત્યારે જ અલગ થયા જયારે મામા કંસને બલરામ અને શ્રી કૃષ્ણને આમંત્રિત કર્યા હતા. વૃંદાવનના લોકોને આ વાતની ખબર પડતા બહુજ દુઃખી થયા હતા. મથુરા જતા પહેલા શ્રી કૃષ્ણ અને રાધા મળ્યા હતા. રાધા શ્રીકૃષ્ણના મનમાં ચાલી રહેલી બધી ગતિવિધિઓ પર નજરે રાખતી હતી.
રાધાને અલવિદા કહ્યા વગર જ કૃષ્ણ તેનાથી દૂર ચાલ્યા ગયા હતા. કૃષ્ણએ રાધાને વાયદો કર્યો હતો કે તે ફરી પાછા આવશે. પરંતુ શ્રી કૃષ્ણ ક્યારે પણ રાધા પાસે આવ્યા ના હતા. શ્રી કૃષ્ણના લગ્ન રુક્મણી સાથે થઇ ગયા હતા. રૂક્મણિએ પણ શ્રી કૃષ્ણને પામવા માટે બહુ ધ્યાન રાખી હતી.
શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા માટે રૂક્મણી તેના ભાઈ રૂક્મીની વિરુદ્ધ થઇ ગઈ હતી. રાધા આ તરફ શ્રી કૃષ્ણને પ્રેમ કરતા હતા. તો રૂક્મણિએ શ્રીકૃષ્ણને પ્રેમપત્ર મોકલ્યો હતો. અને તેમાં લખ્યું હતું કે તે આવીને રુક્મણીને લઇ જાય. ત્યારબાદ શ્રીકૃષ્ણ રુક્મણી પાસે આવી તેની સાથે લગ્ન કરી લીધા હતા.
શ્રી કૃષ્ણના વૃંદાવન છોડ્યા બાદ રાધાનું વર્ણન બહુજ ઓછું થઇ ગયું હતું. રાધા અને શ્રીકૃષ્ણ જયારે છેલ્લી વાર મળ્યા હતા. ત્યારે કૃષ્ણને રાધાએ કહ્યું હતું કે, તે ભલે તેનાથી દૂર જતા હોય પરંતુ તે મનથી કૃષ્ણ સાથે હંમેશા રહેશે. ત્યારબાદ શ્રીકૃષ્ણ મથુરા જઈ કંસ અને બાકી રાક્ષસોને મારી તેનું કામ પૂરું કર્યું હતું. ત્યારબાદ કૃષ્ણ દ્વારકા જતા રહ્યા હતા. અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા હતા.
જયારે શ્રી કૃષ્ણ વૃંદાવનથી નીકળ્યા ત્યારથી જ રાધાજીની જિંદગીએ અલગ જ મોડ લઇ લીધો હતો. રાધાના લગ્ન એક યાદવ સાથે થયા હતા. રાધાને તેની દામ્પત્યજીવનની બધી જવાબદારી નિભાવી વૃદ્ધ થઇ ગયા હતા. પરંતુ ત્યારે પણ તેનું મન શ્રી કૃષ્ણ માટે જ સમર્પિત હતું.
રાધાએ તેની પત્ની તરીકેની તમામ જવાબદારી પૂર્ણ કરી હતી. જયારે શ્રી કૃષ્ણએ તેનું દૈવીય કર્તવ્ય નિભાવ્યું હતું. બધા કર્તવ્યોથી મુક્ત થાય બાદ રાધા છેલ્લી વાર શ્રીકૃષ્ણને મળવા ગયા હતા. જયારે તે દ્વારકા મળવા ગયા ત્યારે તેને રુક્મણી અને સત્યભામા સાથેની લગ્નની ખબર પડવા છતાં પણ તે દુઃખી થયા હતા.
જયારે કૃષ્ણજીએ રાધાજીને જોઈ ત્યારે તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. એ સમય દરમિયાન બંને એકબીજા સાથે આંખો આંખોમાં વાત કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દ્વારકામાં રાધાજીને કોઈ ઓળખતું નથી હોતું. ત્યારે રાધાજીએ વિનંતી કરી હતી એટલે કૃષ્ણએ તેમને પોતાના મહેલમાં સેવીકાનું કામ સોપ્યું હતું. આ સમય દરમિયાન રાધાજીએ આખો દિવસ મહેલમાં રહેતા હતા.
અને મહેલના બધા કામ જોવાનું કામ કરતા હતા. જયારે તેમને મૌકો મળે કૃષ્ણજીના દર્શન પણ કરી લેતા હતા. પણ ઉંમર વધવાને કારણે તેમને કૃષ્ણજીને છોડીને જવા મજબુર થઇ ગયા હતા. ત્યારે એકદિવસ તેઓ છાનામાના કોઈને જાણ કર્યા વગર મહેલ છોડીને ચાલ્યા જાય છે. રાધાજીને પણ પોતે ક્યાં જઈ રહ્યા છે એ ખબર નહોતી પણ કૃષ્ણજીને ખબર હતી.
આમને આમ સમય વિતતો રહે છે અને રાધાજી એકલા રહી જાય છે. ત્યારબાદ તેમને કૃષ્ણની કમી મહેસુસ થવા લાગી. આવા સમયમાં તેઓ ફક્ત એકવાર કૃષ્ણજીને જોવા માંગતા હતા અને જયારે રાધાજીની આ ઈચ્છા વિષે કૃષ્ણજીને જાણ થાય છે ત્યારે કૃષ્ણજીએ રાધાજીના સામે પ્રગટ થઇ જાય છે.
તમને જણાવી દઈએ કે કૃષ્ણજીને પોતાની સામે જોઇને બહુ ખુશ થઇ ગયા હતા. ત્યારે બીજી તરફ એ સમય પણ નજીક આવી ગયો હતો. જયારે રાધાજીએ પોતાના પ્રાણ ત્યજી દુનિયાને અલવિદા કહેવા માંગતા હતા. ત્યારબાદ રાધાજીએ કૃષ્ણજીને કહ્યું કે તેઓ તેમની પાસે કઈક માંગવા માંગે છે ત્યારે કૃષ્ણજીએ તેમને ના કહી છે.
પણ રાધાજીના બહુજ આગ્રહ કરવા પર કૃષ્ણજી માની જાય છે અને ત્યારે રાધાજી કૃષ્ણને છેલ્લીવાર વાંસળી વગાડતા જોવા માંગે છે. ત્યારે કૃષ્ણજીએ પોતાની વાંસળી ઉઠાવે છે અને તેને વગાડવા લાગે છે. વાંસળીની ધૂન સંભાળતા જ રાધાજી પોતાના પ્રાણ ત્યજી દે છે મતલબ કે પોતાનું શરીર ત્યાગી દે છે.
તમને જણાવી દઈએ કે રાધાજીના ચાલ્યા ગયા પછી કૃષ્ણજી બહુ ઉદાસ થઇ જાય છે અને તેઓ પોતાની વાંસળી તોડી નાખે છે અને તેને દુર ફેંકી દે છે. ખાસ વાત એ છે કે રાધાજીના અંતિમ સમયે જયારે કૃષ્ણજીની રાહ જોઈ હતી એ જગ્યા રાધારાની મંદિરના નામથી ઓળખાય છે. એ જગ્યા આપણા નજીકના રાજ્ય મહારાષ્ટ્રમાં જ આવેલ છે.