વરરાજો લગ્નમંડપને બદલે હોસ્પિટલ પહોંચ્યો, બસે વરરાજાની કાર સાથે ટક્કર મારીને સર્જ્યો ગમખ્વાર અકસ્માત..!!

0
139

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસને દિવસે અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાના વાહનો બેફામ ચલાવી રહ્યા છે અને ખરાબ ડ્રાઇવિંગ કરીને બીજા સાથે અકસ્માત સર્જી રહ્યા છે. જેથી બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી દે છે. ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

અકસ્માતની ઘટનાઓ બનતા આજકાલ લોકો પોતાના ઘરેથી બહાર નીકળવાનું પણ ડરી રહ્યા છે. આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ધ્રોલ ગામ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. ધ્રોલ ગામ પાસે રાજકોટથી ખીજડીયા ગામે એક વરાજાની કાર જતી હતી.

કાર અને બસ સાથે અકસ્માત સર્જાયો હતો. વરરાજાની કાર અને એસ.ટી બસ વચ્ચે મોટા અકસ્માતને કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું હતું. ધ્રોલ ગામ પાસે આવેલા ખીજડીયા ગામમાં સાંઈ મંદિર આવેલું છે. ખીજડીયા ગામ પાસે રાજકોટના પરિવારના લોકો વરરાજાની જાન લઈને જતા હતા.

બીજા જાનૈયાઓ એક મોટી ડમ્પર બાંધીને જઈ રહ્યા હતા. તે સમયે ખીજડીયા ગામની સાથે ગંભીર ઘટના બની હતી. વરરાજાની કાર રાજકોટ-જામનગર હાઇવે પરથી ધ્રોલ પાસેના સાઈ મંદિર નજીક પહોંચી હતી. તે સમયે કાર ચાલક પોતાનું વાહન ખૂબ જ ધીમે ચલાવી રહ્યો હતો પરંતુ પાછળથી આવેલી એસ.ટી બસના ચાલકે પોતાની બસ ખુબ જ ઝડપી સ્પીડે ચલાવી રહ્યો હતો.

બસને ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. કાર ધીમી સ્પીડે હતી અને પાછળથી અચાનક જ એસ.ટી બસ ચાલકે પોતાની બસને આગળ કરવા માટે સાઇડ લીધી હતી. તે સમયે પોતાની બસને કાર ચાલક સામે સાથે ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતાની સાથે જ કારના બોનેટ પર પોતાની બસને ચડાવી દીધી હતી.

તેને કારણે બસમાં ઘુસી જતા તેનું કારમાં જ મૃત્યુ થઈ ગયું હતું. વરરાજાને પણ ખૂબ જ ગંભીર ઈચ્છા થઈ હતી. બાજુની સીટ પર વરરાજો બેઠો હતો. આમ વરરાજો પોતાના લગ્ન મંડપ સુધી પહોંચે તે પહેલા તેને અકસ્માત નડ્યો હતો અને બસમાં બેઠેલા ચાર બાળકો અને ચાર બીજા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

અચાનક જ કાર સાથે અકસ્માત સર્જાતા બસ ઉભી રહી ગઈ હતી. તેને કારણે મુસાફરી કરતા લોકોને ખૂબ જ મોટો આંચકો લાગ્યો હતો. તેઓને સીટો વાગી ગઈ હતી. ત્યારબાદ કારમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને પણ ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. તે માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને ઈચ્છાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હાઇવે પર અકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઈવે પર થયેલી ટ્રાફિકને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વરરાજો મંડપમાં પહોંચે તે પહેલા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

આમ પરિવારના લોકોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. એક બાજુ ઘરમાં શુભ પ્રસંગ હોવાને કારણે તેની સાથે આ ઘટના બનતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ અકસ્માતમાં કારના બોનેટના કુચે કુચા થઈ ગયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. બસ ચાલકને કારણે ઘણા લોકોના જીવ જોખમા મુકાયા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here