વરસાદી આગાહીના પગલે દરિયાકિનારે 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, મોટી આફતના એંધાણ ખેડૂતો ખાસ વાંચો..!!

0
117

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતા જ મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા કરી દીધા હતા. લોકો ચોમાસાની જેટલી રાહ જોઈ રહ્યા હતા. તેટલી જ મેઘરાજાએ વરસાદની પધરામણી કરી દીધી હતી. અને છેલ્લા 3-4 દિવસથી રાજ્યોના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. અને એમાં ખાસ કરીને કહેવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદે વરસી રહ્યો છે.

અને ઘણા બધા વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ વરસી ચૂક્યો છે. અને  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાંથી સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના વાદળછાયા વાતાવરણને કારણે લોકો વરસાદ વરસશે તેવી આશંકા કરી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા થોડા દિવસ સારો એવો વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીને કારણે આગાહીના પગલે અત્યારે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની કારણે સમુદ્રમાં જબરજસ્ત તોફાન જોવા મળી રહ્યું છે. અને સમુદ્રમાં મોજાંમાં કરંટ દેખાઈ રહ્યો છે. સમુદ્રમાં 8 કરતા વધુ મોટા મોજા ઉછળી રહ્યા છે તેને કારણે તેના આસપાસના લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે.

અરબી સમુદ્રમાં વરસાદી સીસ્ટમ ચાલુ થવાને કારણે દરિયો ગાંડોતુર બન્યો છે અને મોજા એટલા ઊંચા ઉછળી રહ્યા છે કે આસપાસની દરિયાકિનારાના દુકાનોને સારું એવું નુકશાન થઇ ચૂક્યું છે. અરબી સમુદ્રના અંદર ડિપ્રેશન થતા દરિયાના મોજા ઉછળવાની ઘટના સામે આવી રહી છે. અને તેને કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસે તેની આગાહી પણ કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનુ હવામાન વિભાગનું અનુમાન છે. અને દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની કારણે આસપાસના લોકોમાં ભય બેસી ગયા છે. આવા ગાંડાતૂર બનેલા દરિયાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય જાય છે. અને દરિયાના પ્રેસરને કારણે વરસાદ પણ સારો વરસે તેને કારણે લોકોને પોતાના સ્થળાંતરિત ઘરોને છોડીને બીજા આસપાસના વિસ્તારમાં જવાનું કહેવામાં આવે છે.

અને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરતના સુવાલી દરિયા કિનારે આ મોટા મોજા ઉછળવાની કારણે સાવચેતીના પગલે સ્થાનિક લોકો અને દરિયા કિનારે ફરવા આવેલા લોકોને દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. અને આવી રીતે એકાએક વાતાવરણમાં પલટો આવતાની સાથે દરિયાકિનારે મોજા ઉછળવાની ઘટના બનતી હોય છે. અને જોરદાર પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી હોય છે આવી સ્થિતિમાં દરિયાકિનારે જોવું ખૂબ જ જોખમ ભર્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here