વરસાદી માહોલમાં ખેતરમાં વીજતારનો કરંટ લાગતા 2 મહિલાના તડપી-તડપીને થયા મોત..વાંચો..!!

0
137

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદને કારણે લોકો સાથે ઘણી બધી હોનારતો સર્જાઈ રહી હતી. લોકો સાથે વરસાદને કારણે ગંભીર ઘટના બનતા ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે. લોકો ઉપર વીજળી પડવાથી ઘણી બધી દુર્ઘટના બની ગઈ હતી. હાલમાં જ એવી એક ઘટના સામે આવી છે.

આ ઘટના બારડોલી તાલુકામાં બની હતી. બારડોલી તાલુકાના માતા ફળિયામાં રહેતા પરિવારની બે મહિલાઓ સાથે આ ઘટના બની હતી. બારડોલી નગરના 29 ગાળાની પાછળના ભાગમાં આવેલા માતા ફળિયા વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં મંજુબેન ભીખાભાઈ રાઠોડ અને લલીબેન ચીમનભાઈ રાઠોડ રહેતા હતા.

બંને મહિલાઓ મજૂરી કામ કરતી હતી. પોતાના પરિવારના ગુજરાન ચલાવવામાં મદદ કરી રહી હતી. આ મહિલા વરસાદ સારો હોવાને કારણે ખેતર વિસ્તારમાં સીતાડોળીનાં ફૂલ અને આરમ સારા એવા થયા હતા. તેને કારણે મહિલા મહિલા આ લેવા માટે નીકળી હતી. વરસાદી માહોલને કારણે રસ્તા ઉપર વીજળીના તાર એમ જ ખુલ્લા હતા.

આ બંને મહિલાઓ ઘરેથી ખેતરવાડી વિસ્તારમાં ઉગતા સીતાડોળીના ફૂલ અને મશરૂમને તોડવા માટે બંને સવારના સમયે ઘરનું કામકાજ કરીને નીકળી હતી. બંને ફૂલ તોડીને ઘરે પરત આવી રહી હતી. તે સમયે આર.ટીઓ ભરવાડ વસાહત પાસે આવેલા ભૂતમામાના મંદિર પાસે પહોંચતા સમયે બંને મહિલાઓ થાંભલાને અડી ગઈ હતી.

થાંભલાને અડવાને કારણે તેના વીજળીના તાર ખુલ્લા હતા અને વરસાદી માહોલને કારણે વીજળીના તાર પલળેલા હતા. જેને કારણે તેમાં કરંટ થતો હતો અને આ મહિલા જેવો વીજળીના થાંભલાને પકડ્યો કે મહિલા ભડાકા સાથે દાઝી ગઈ હતી અને તેને ખૂબ જ કરંટ લાગ્યો હતો. બીજી મહિલા આ મહિલાને બચાવવા જતાં તેનું પણ કરંટમાં મૃત્યુ થઈ ગયું હતું.

બંને મહિલાઓનું આ સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ પરિવારના લોકોએ સાંજ થઈ છતાં બંને મહિલાઓ ઘરે ન આવતા તેમને શોધવા માટે નીકળ્યા હતા. ત્યાં તે સમયે ભરવાડ વસાહતના પાછળના ભાગમાં આ બંને મહિલાઓના મૃતદે મળ્યા હતા. ત્યારબાદ તરત જ બારડોલી પોલીસની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો અને આ બંને મહિલાઓ વીજ પ્રવાહ બંધ કરાવતા તેના મૃતદેહ નીચે પડ્યા હતા. આમ બંને મહિલાઓના મૃત્યુ થઈ જતા પરિવારમાં આઘાત આવી ગયો હતો. પરિવાર ભાંગી પડ્યું હતું. મહિલાઓના મૃત્યુને કારણે તેમના પતિઓ ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા હતા. એકસાથે એક જ દિવસે બે ગામની મહિલાઓના કમકમાટી ભર્યા મોતને કારણે ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here