વરસાદી પાણી આ વિસ્તારમાં ખેતરમાં ભરતા ખેડૂતો ખુશખુશાલ, ડાંગરની વાવણીને લઈને મોટા સમાચાર..જાણો..!!

0
120

હાલના સમયમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે પરંતુ હાલમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેના પહેલાના અઠવાડિયામાં ખૂબ જ ભારે વરસાદ વરસી ચુક્યો હતો. દરેક જિલ્લાઓમાં 22 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તેને કારણે દરેક જિલ્લાઓને ચારેકોર પાણી પાણી કરી મૂક્યું હતું. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહ્યો હતો.

ચોમાસાની સિઝન ચાલુ થઈ તે સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો હતો. ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળની લો પ્રેશરની સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં અતિ ભારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે અનેક નદી, નાળા, તળાવ અને ડેમો છલકાઈ ગયા હતા.

હાલમાં પણ ઘણા બધા ડેમો ઓવર ફ્લો થયા છે. ઉપરવાસના ગામોમાં ભારે વરસાદને કારણે ડેમોમાં પાણી આવ્યા છે. જેને કારણે ડેમો ઓવરફ્લો થતાં ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેને કારણે નિચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ ડેમોમાં નર્મદા નદીનો સરદાર સરોવર ડેમ, તાપી જિલ્લાનો ઉકાઈ ડેમ…

તેમજ નવસારીનો અંબિકા ડેમ અને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી નદી ડેમ આ ડેમો છલકાઈ જવાને કારણે ઓવરફ્લોર થતા પાણી છોડી દેવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં ભાલ વિસ્તારમાં ખેડૂતોએ ડાંગરની રોપણી ચાલુ કરી દીધી છે. ભાલ વિસ્તારમાં ડાંગરની રોપણી ખૂબ જ સારી એવી થાય છે.

કારણ કે વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જવાને કારણે ખેડૂતો આ પાણીમાં પોતાના ડાંગરની વાવણી કરી રહ્યા હોય છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સોજીત્રાના ભાલપંથકમાં ડાંગરની ખુબ જ સારી રોપણી કરી દેવામાં આવી છે. ચાલુ વરસાદે ખેડૂતો આ ડાંગરની વાવણી કરી રહ્યા હતા. દર વર્ષની જેમ ખેડૂતોએ ડાંગરની વાવણી કરી દીધી હતી.

પરંતુ ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદને કારણે લોકોની જમીન ધોવાણી હતી પરંતુ આ ભાલ પંથકમાં ખેડૂતોએ પહેલેથી જ પોતાના વાડીના મોટા પાળાઓ બાંધીને પાણીનો સંગ્રહ થાય તે માટેની વ્યવસ્થા કરી હતી. જેને કારણે ખેતરો પાણીના ભરાઈ જતા તેમાં ડાંગરની વાવણી કરવામાં આવી હતી. ખેડૂતો માટે કાચું સોનુ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.

કારણ કે ખેડૂતોને આ વર્ષે મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા અને ડાંગરની રોપણીને પૂરેપૂરું પાણી મળી રહેતું હોવાથી ખેડૂતોએ ખૂબ જ સારી વાવણી કરી છે. જેમાં ભાલ પંથકમાં 48,000 હેક્ટર જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. તેને કારણે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

ભાલ-પંથકના વિસ્તારોમાં ખેડૂતો ઘઉંની પણ વાવણી કરી રહ્યા હોય છે. તેને પણ પૂરતું પાણી મળી રહ્યું છે. આ વર્ષેને લઈને ખેડૂતોની લાગણી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને જોવામાં આવે તો ઘઉં અને ડાંગરના પાક માટે ભાલની ચીકણી જમીન વધુ માફક હોવાને કારણે ખૂબ જ સારી વાવણી થાય છે. પાકને નુકસાન થતું જોવા મળતું નથી.

પરંતુ આ વર્ષે હજુ પણ આગામી દિવસોમાં સારો વરસાદ રહે તો ખેડૂતોને આ વર્ષે ડાંગરની ખેતી ખૂબ જ સારી થશે. અને ખેડૂતોને પણ આ ડાંગરનો ખૂબ જ ભાવો મળશે. આમ ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને પોતાની વાવણી સારી થતા ખેડૂતોમાં ખુશીની લાગણીનું મોજું ફરી વળ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here