છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ગાયબ થયો હતો. પરંતુ હવામાન નિષ્ણાંતોએ ફરી એક વખત આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં જ ઠંડીનો ચમકારો મહત્તમ ગતિ ઝડપી લેશે અને દરેક શહેરોમાં હાડ થીજાવતી ઠંડી પડશે.
છેલ્લા ઘણા દિવસોથી ઠંડી શાંત પડી હતી. જેના પગલે વાતાવરણ પણ ચોખ્ખું થયું હતું. ધુમ્મસ અને ઝાકળ ના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવામાન શાસ્ત્રીએ જણાવ્યું છે કે, મોટાભાગના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.. જેના પગલે આવતા ત્રણ દિવસની અંદર અંદર મોટાભાગના જિલ્લાઓમાં હાડ થીજાવતી ઠંડી પડશે.
અમદાવાદ શહેરનું હાલનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયા તેમજ કંડલા નું તાપમાન ૮ ડિગ્રી નોંધાયુ છે. બે-ત્રણ દિવસ સુધી આ ઠંડીનો ચમકારો ઓછો થશે નહીં એટલે કે તાપમાનમાં હજી પણ ઘટાડો આવે તેવી શક્યતાઓ રહેલી છે.
આ ઉપરાંત હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી આસપાસ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ત્યારબાદ તોફાની માવઠાઓ ખેંચાઈ આવે તેવી શક્યતા રહેલી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજવાળા વરસાદી પવન ફૂંકાઈ તેવી આગાહી આપવામાં આવી છે. દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે ઊંચા મોજા પણ ઉછળશે…
આ સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત પર ચક્રવાતી પવન ફૂંકાવાની તેમજ તોફાની માવઠું વરસવાની આગાહી રહેલી છે. હાલ ગુજરાતમાં ઉનાળા જેવું વાતાવરણ દેખાઈ રહ્યું હતું.
પરંતુ આવનારા બે ત્રણ દિવસમાં ફરી વખત શિયાળાનું પરિવાર આગમન થશે અને ત્યારબાદ માવઠા તેમજ ચક્રવાતી પવન ફૂંકાવાની આગાહી રહેલી છે. અને ત્યારબાદ શિયાળો વિધીગત રીતે વિદાય લેશે. તેવી હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે..
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!