વિકાસ અને સહાયની વાતો કરનારા ક્યાં છે? : 9-10 દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડું ત્રાટક્યું હતું અને સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યો. અમેરલી, ભાવનગર અને ગીરસોમનાથમાં વાવાઝોડાના કારણે તારાજી સર્જાઇ હતી. વાવાઝોડાને આટલા દિવસ થવા છતાં આજે પણ સૌરાષ્ટ્રના ગામડાઓની પરિસ્થિતિ કફોડી બની છે. વાવાઝોડા વાદ પીવાના પાણી માટે ગામડાઓમાં પડાપડી થઈ રહી છે. લોકોના ઘર તૂટયા અને ઘરની સાથે સાથે સપના પણ તૂટયા, સરકાર દ્વારા મદદના દાવા કરવામાં આવે છે પરંતુ ગામડાઓમાં પરિસ્થિતિ અત્યંત દયનીય છે.
શું આવી છે વિકાસશીલ ગુજરાતના લોકોની સ્થિતિ? : દર વર્ષે ઉનાળો આવતા જ છેવાળા ગામડાઓમાં પાણીની તંગી વર્તાય છે પરંતુ છતાં પાણીએ પાણી માટે વલખા મારવા પડે તો? આવી જ સ્થિતિ હાલ અમરેલી જિલ્લાના ગામડાઓની છે. જ્યાં તૌકતેની તબાહી બાદ હવે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.
રવિવાર સુધીમાં તમામ સહાય ચૂકવાશેઃ મંત્રી : કેબિનેટ પછી મીડિયાને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદું સંયુકત રીતે જણાવ્યું હતું કે 17થી 18 મે દરમિયાન 24થી 26 કલાક દરમિયાન 60થી લઇને 220 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં મોટે પાયે મકાનો, ઘરવખરી, સરકારી સંશાધનો, કૃષિ-બાગાયતી પાક, રોડ-રસ્તાને નુકસાન થયું હતું.
વાવાઝોડાથી અસરગ્રસ્ત 2.25 લાખ લોકોને 10 કરોડની રોકડ રકમ રોજગારી પેટે 7 દિવસની ચૂકવાઈ છે. ઘરવખરી ગુમાવનાર 15 હજાર પરિવારને 7 હજાર ઘરવખરી પેટે ચૂકવાયા છે, બાકીનાને આગામી રવિવાર સુધીમાં ચૂકવાઈ જશે.
1.16 લાખ થાંભલા પડતાં 23,893 કિમીની લાઇન ખોરવાઈ : ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વોટર વર્ક્સના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ વાવાઝોડને પરિણામે રાજ્યની 295 કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠાને અસર પડી હતી, તેમાંથી 291માં તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કર્યો છે, બાકીની 4 હોસ્પિટલમાં બાકી છે. રાજ્યના 3205 પૈકી 3057 જેટલા અસરગ્રસ્ત મોબાઇલ ટાવરને પુન:કાર્યરત કરાયા છે.
66 કે.વી.નાં 219, 132 કે.વી.નાં 5 અને 220 કે.વી.નાં 6 સબસ્ટેશનોને પૂર્વવત કરવા મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓને તહેનાત કરાયા છે. 220 કે.વી. લાઇનના 277 ટાવર, 66 કેવી લાઇનના 74 ટાવર અને 308 ડબલ પોલ સ્ટ્રક્ચર અને 132 કેવી લાઇનના 2 ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. કુલ 1,16,228 જેટલા વીજ થાંભલા, 45039 જેટલાં ટ્રાન્સફોર્મર અને કુલ 23,893 કિ.મી.ની વીજલાઇન ક્ષતિગ્રસ્ત થઇ છે, જેનું સમારકામ ચાલી રહ્યું છે.
નુકસાનીના સરવેની 85 ટકા કામગીરી પૂર્ણ થઇ : ગ્રામસેવકોની 437 ટીમ બનાવીને સરવે કામગીરી હાથ ધરાઇ છે. એ અન્વયે 86 ટકા જેટલો સરવે પૂર્ણ થઇ ગયો છે. નાળિયેરી, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકોના 16 લાખ 42 હજાર જેટલાં વૃક્ષોને આ વાવાઝોડાથી નુકસાન પહોંચ્યું છે. કૃષિ વૈજ્ઞાનિકોને ફિલ્ડમાં મોકલીને બાગાયતી વૃક્ષોના પુન:સ્થાપન માટેનો અભિગમ અપનાવ્યો છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!