આજકાલ અનેક ચોરી લૂંટફાટની ઘટના બની રહી છે. આવી ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. લોકો રોજગારી મેળવવા કામ ધંધો કરવાને બદલે બીજા લોકોની કમાણીને લુટીને પૈસા, જવેરાત લઈ લે છે. આવી જ રીતે સમાજમાં ગુનાઓ થવાને કારણે સરકાર અનેક પગલાં ભરી રહી છે. આવી જ એક મોટા વેપારી સાથે ચોરીની ઘટના બની હતી.
આ ઘટના જૂનાગઢ જિલ્લામાં બની હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદના ચરથી દરસાલી રોડ પર ચોરી કરવામાં આવી હતી. આ કેશોદના એક જાણીતા વેપારી સાથે કરવામાં આવી હતી. આ ચોરી કેશોદના વેપારી સાથે ગંભીર રીતે કરવામાં આવી હતી અને તેના પૈસા લુંટી લેવાયા. વેપારીનુ નામ નિખિલ કુમાર કેશવજીભાઈ રાયડા હતું.
મોટા કેશોદ જિલ્લાના વેપારી હતા. કેશોદમાં આ નિખિલભાઇને એક દુકાન હતી. અને તેઓ દર મંગળવારે પોતાના ધંધાના કામ માટે માધવપુર જતા હતા. અને તેઓ માધવપુર પોતાનો માલ વેચતા તેના પૈસાની ઉઘરાણી લેવા માટે જતા હતા. તેઓ એક દિવસ મંગળવારે સાંજના સમયે માધવપુરથી ઉઘરાણી કરીને કેશોદ પાછા આવી રહ્યા હતા.
ત્યારે દરસાલી રોડ પર એક ફોર વ્હીલ તેનો પીછો કરી રહી હતી. અને નિખિલભાઇ પાસે બાઈક હતી. તેઓ બાઇક લઇને પોતાના ગળામાં ઉઘરાણીનો થેલો નાખીને આવી રહ્યા હતા. આ ફોરવીલ તેનો પીછો કરતા-કરતા ફોરવીલની સાથે બાઈક ચાલક પણ હતો. અને ફોરવીલએ આ નિખિલભાઇને ટક્કર મારી દીધી હતી.
તેને કારણે નિખિલભાઇ પોતાની બાઈકનો કાબુ ગુમાવતા રોડ પર પડી ગયા હતા. અને ફોરવીલની સાથે બાઈકવાળા એ નિખિલભાઇના ગળામાંથી થેલો આંચકી લીધો હતો. અને તેઓ 3,00,000ના રોકડા અને મોબાઇલ ફોન અને નિખિલભાઇના ગળામાં રહેલો સોનાનો ચેન લુંટીને ભાગી ગયા હતા. નિખિલભાઇ ખૂબ જ ઘાયલ થયા હતા.
તેને કારણે તેઓ ઉભા થાય તે પહેલા જ બાઈક અને ફોરવીલવાળો ત્યાંથી નીકળી ગયા હતા. એક ફિલ્મોની જેમ નિખીલભાઈ પર ચોરી કરાઈ હતી. અને રોડ પરથી પસાર થતા લોકોએ આ નિખીલભાઈને કેશોદની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યારબાદ નિખીલભાઈએ કેશોદની પોલીસને પોતાની આ રોકડ લૂંટની ફરિયાદ કરી હતી. પોલીસ આ લૂંટારાઓને શોધી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!