ગ્રીષ્માની હત્યા બાદ 3 યુવાનો વિડીયો ડીલીટ કરાવવા માટે આવ્યા હતા..? જાણો શું છે મામલો..! વાંચો.

0
116

સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં પોલીસ ચેતક ગતિએ તપાસ ચલાવી રહી છે. ત્યારે આરોપી ફેનિલને ત્રણ દિવસ રિમાન્ડમાં લેતાં જ આ હત્યા પાછળના ઘણા ખુલાસા થઇ ચુક્યા છે. પોલીસે હત્યારા પાસે ઘટનાનું reconstruction પણ કરાવ્યું હતું. તેમજ હત્યા બાદ નો કોલ રેકોર્ડિંગ ની પુષ્ટિ માટે ગાંધીનગર એફએસએલને પણ મદદ માટે લેવાઈ હતી.

સોશિયલ મિડીયા તેમજ મીડિયા અહેવાલમાં સૌ કોઈ લોકો જણાવી રહ્યાં છે કે, હત્યારાને કડકમાં કડક સજા આપવામાં આવે.. સોસાયટીના લોકો દ્વારા તેમજ સોશિયલ મીડિયામાં પણ એવો ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે જ્યારે ફેનીલે ગ્રીષ્માની હત્યા કરી હતી ત્યારે આજુબાજુના ઘણા લોકો પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા…

હત્યા થયા બાદ ત્રણ યુવાનો આવ્યા હતા અને ઘણા લોકો ના મોબાઈલ માંથી આ વિડીયોને ડીલીટ કરવા માટે જણાવ્યું હતું.. આ ખુલાસો થતાની સાથે જ સૌ કોઈ લોકો આ આ બાબતે પણ તપાસ કરાવવા માટે જણાવી રહ્યા છે. ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ એ પોલીસને ફરિયાદમાં આ ત્રણ યુવાનોનું નામ પણ જણાવ્યું છે..

પરંતુ એ ત્રણ યુવાનો કોણ છે તેની હજુ પણ પુષ્ટી થઇ શકી નથી. સૂત્રો મુજબ માહિતી મળી શકે આ ત્રણ યુવાનો ફેનીલ સાથે ગાઢ સંબંધમાં જોડાયેલા છે. અને તે કોઈક સંસ્થાના આગેવાનો છે. હત્યા બાદ લોકોમાં અફરાતફરી મચી જતાં આ યુવાનો ત્યાંથી નાસી છૂટયા હતા…

કહેવાઈ રહ્યું છે કે આ ત્રણ લોકો વીડિયોમાં કેપ્ચર પણ થઇ ચૂક્યા છે. એટલા માટે તેઓ દરેક લોકોના ફોન માંથી વિડીયો ડીલીટ કરાવતા હતા. પોલીસ આ મામલે તપાસ કરીને આ હત્યા પાછળ ના દરેક આરોપીઓને સામે લાવવાની કોશિશ કરી રહી છે. પોલીસે ફેનિલ અને તેના મિત્રનો વાયરલ રેકોર્ડિંગ તપાસવા માટે ફેનિલ પાસે ઘણા શબ્દો બોલાવ્યા હતા…

જેના થકી તેઓ ચેક કરી શકે કે આ રેકોર્ડિંગ ખરેખર સાચું છે કે નહીં. આ ઉપરાંત સુત્રોથી માહિતી મળી રહી છે કે હત્યારા ફેનિલના આજે રિમાન્ડ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે પોલીસ તેને ફરી એક વખત કોર્ટમાં રજૂ કરશે અને આગામી રિમાન્ડની માગણી કરશે કે નહીં તે જોવા જેવી બાબત છે..

આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, અત્યારે ફેનીલ જેલમાં ભરપેટ જમે છે. તેમજ ઘસ ઘસાટ ઊંઘ પણ લે છે.. તેને આ હત્યા મામલે કોઇપણ પ્રકારની નારાજગી અથવા તો ગમ નથી.. તે પોલીસને પણ તોડી મરોડીને જવાબો આપે છે. ગ્રીષ્માના પરિવારજનો ઝડપથી ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે..

આ મામલે રાજકીય નેતાઓએ પણ ગ્રીસ્માના પરિવારજનોનો સાથ આપતા જણાવ્યું છે કે તેઓને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવશે. હાલ આ મુદ્દે પોલીસને પણ પળ પળે નવી નવી માહિતી મળી રહી છે. તો બીજી બાજુ ગ્રીષ્મા જેવો જ એક વધુ બનાવ ગાંધીનગરમાં બન્યો છે…

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here