વિદેશ જવાના વિઝા ઝડપથી કરી આપવાનું કહીને, 100 વધુ લોકો સાથે કરી કરોડોની છેતરપીંડી..વાંચો..!!

0
145

હાલના સમયમાં લોકો પોતાના બાળકોને વિદેશ ભણવા માટે મોકલી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થી પોતાના ભવિષ્ય બનાવા માટે જઈ રહ્યા છે. આજકાલ બાળકો વિદેશ ભણવા માટે અને નોકરી ધંધા માટે જઈ રહ્યા છે. આ વિદેશી વિઝા અપાવવાનું કહીને લોકો સાથે ઘણા બધા છેતરપિંડી કરી રહ્યા છે. આવી છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.

લોકોને વિઝા અપાવીને તેના પીઆર ઝડપથી થઈ જશે તેવી તેમને ખાતરી આપીને ફસાવી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા સૌ કોઈ છેતરાઈ રહ્યા છે. આવી જ એક મોટી છેતરપીંડીની ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક યુવક કેનેડા જવા માટે લોકોને અવારનવાર છેતરી રહ્યો હતો. મોટી છેતરપિંડી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યો હતો.

આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં રહેતા ઘણા બધા લોકો સાથે મોટી છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં એક યુવક વિદેશી જુદી-જુદી હોટલોમાં ભાગીદારી કરવાની અને વિઝા અપાવવાનું કહીને છેતરપિંડી કરતો હતો. આ ઘટના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરાયેલા યુવકોએ ફરિયાદ કરતા બહાર આવી હતી.

જેમાં 15 લાખની છેતરપિંડી એક યુવક સાથે થઇ હતી. નારાયણપુરામાં રહેતા યુવક સાથે 3 લાખની છેતરપિંડીની ફરિયાદ આ યુવકો સામે લોકોએ કરી હતી. તેને કારણે પોલીસ તપાસ કરી રહી હતી. તે સમયે એક યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. તેનું નામ હર્ષિલ પટેલ હતું. આ હર્ષિલ પટેલ અવારનવાર લોકો પાસેથી કેનેડાના વિઝા અપાવવાનું કામ લેતો હતો.

કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું પણ કહેતો હતો. લોકોને વિઝા ઝડપથી થઈ જશે તેમ કહીને લોકો પાસેથી ₹3 લાખ લેતો હતો. ત્રણ લાખ રૂપિયા લઈને હર્ષિલ પટેલ પરમીટ વર્ક વિઝા ઝડપથી થઈ જશે અને તેના પીઆર પણ ઝડપથી થઈ જશે. તેની ખાતરી આપતો હતો. તે પોતાની અલગ અલગ વાતો કરીને લોકોને ફસાવી લેતો હતો.

તે કહેતો હતો કે તેનો એક પિતરાઈ ભાઈ કેનેડામાં રહે છે. જેનું નામ મહેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ છે. તે સબ હોટલ ચલાવી રહ્યા છે. તેમાં રોકાણ કરીને ભાગીદાર બનશો તો પીઆર ઝડપથી થઈ જશે આવી ખાતરી આપતો હતો. તેને કારણે સૌ કોઈ લોકો તેની લાલચમાં આવી જતા હતા. હર્ષિલ પટેલ આ ધંધા પહેલા પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતો હતો.

તેની સાથે બીજો યુવક મળેલો હતો. જે ગુરુકુળ ખાતે ઉડાન હૉલિડેઝમાં વિઝા કન્સલ્ટિંગનું કામ કરતો હતો. તેનું નામ હેમલ દવે હતું. આ બંને યુવકો મળીને લોકોને ફસાવી રહ્યા હતા અને તેની સાથે સુશીલ શિંદે નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો. ત્રણેય યુવકો મળીને બધાને ફસાવી રહ્યા હતા. સૌથી વધુ વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવી લીધા હતા.

ત્યારબાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા અને ત્યાંની જુદી જુદી મોટી હોટલોમાં રહેતા હતા અને ભાડાના ફ્લેટ રાખીને મોજ કરી રહ્યા હતા. 100 થી વધુ પાસેથી 5 કરોડ પૈસા પડાવી દીધા હતા. પૈસા ભેગા કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને ફરિયાદ કરતા ત્રણેય યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here