વિદેશ જતા લોકો સાવચેત: વિદેશ જતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ફીમાં થઇ રહી હતી આ રીતે છેતરપીંડી, જાણીને તમે પણ ફી ભરતા વિચારશો..!!

0
150

આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ પોતાના સારા ભણતર માટે વિદેશ જવા માટે તૈયાર થઈ રહ્યા છે. અને આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે ગયા છે. અને ઘણા વિદ્યાર્થીઓ જવાના છે તેઓએ ખાસ ધ્યાનમાં રાખવું. લોકો પોતાના ભવિષ્યને આગળ વધારવા માટે પોતાના પરિવારથી દૂર જઈને અભ્યાસ કરી રહ્યા છે.

અને તેમાં પોતાના મા-બાપને પણ આર્થિક મદદ કરવા માટે વિદેશ જઈને નોકરી-ધંધામાં કરીને મદદ કરી રહ્યા છે. પરંતુ વિદેશ જતા વિદ્યાર્થીઓ ઘણા છેતરાઈ રહ્યા છે. હાલમાં જ છેતરપીંડીની ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં વિદેશમાં ઘણા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ગયા છે અને ઘણા જવાના પણ છે.

વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પોતાની વિદેશી યુનિવર્આસીટીમાં પોતાનું એડમીશન કન્ફોર્મ કરાવતા હતા.  તેમાં સાયબર ક્રાઇમ દ્વારા તેની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ઓનલાઇનથી ભરવા માટે વિદેશી ક્રેડિટ કાર્ડની જરૂર પડે છે અને આ ક્રેડિટ કાર્ડની મદદથી ડેટા હેક કરીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

અને તેના પરિવારના લોકોને પણ છેતરતા હતા. અમદાવાદના છેતરપિંડી કરતા યુવકનું નામ વિરેન્દ્ર કુમાર પ્રજાપતિ હતું. વિરેન્દ્રકુમાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે કે.કંપનીમાં હેડક્વાર્ટરમાં નોકરી કરતા હતા. પરંતુ પોલીસની ડયુટી કરતા હોવાને કારણે પોતાનો ઊંચો હોદો બતાવીને લોકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરતા હતા. અને તેઓ એક પછી એક ગુનાઓ કરવા લાગ્યા હતા.

તેની સાથે તેના બીજા 3 વ્યક્તિઓ આ છેતરપિંડીમા સાથ આપતા હતા. તેના નામ અશરફ ગુલામ, રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટ જેવા યુવક પણ હતા. જેમાં ડેટા હેક કરીને વિદેશી છતાં વિદ્યાર્થીઓની ઓનલાઇન ફી પોતે રાખતા હતા. અને વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું હતું.

જેમા સ્ટુડન્ટ વિઝા પર જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતાં તે વિદ્યાર્થીઓની ઓનલાઇન વિદેશી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી હતી. જે રૂપિયા તેઓ પોતાની પાસે રાખતા હતા. અને ક્રેડિટ કાર્ડનો ડેટા હેક કર્યો હતો તેને કારણે ડેટા થકી તેઓ ફીના પૈસા ડોલરમાં ભરતા હતા. અને પછી ઓનલાઈન ફી ડિકલાઈન થયા બાદ તેઓ પૈસા પાછા આપતા ન હતા.

તે માટે તેઓ વેબસાઇટ પર આ ક્રેડિટ કાર્ડનો ડેટા બીટકોઈન દ્વારા લઈને વિદેશી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમા ફી ભરવાની હોય તે આવી રીતે હેક કરીને ક્રેડિટ કાર્ડના આધારે તેઓ પાઉન્ડ અથવા ડોલરમાં પેમેન્ટ લિંક દ્વારા પૈસાઓ લઈ લેતા અને વિદ્યાર્થીઓને ઘણા સમય પછી પોતે છેતરાયો છે તેવી ખબર પડતી હતી.

ચિરાગ વિઝાનું કામ કરતો હતો. તેની પાસે અસંખ્ય વિદ્યાર્થીઓ આવતા હતા. અને પોલીસ કર્મી વિરેન્દ્રકુમાર કાર્ટિંગ કરે છે જેની મદદથી ઓનલાઈન વેચાતા કાર્ડનો ડેટા મેળવી છેતરપિંડીના કાર્ડથી ભરતા હતા. અને આમ વિદ્યાર્થીઓને છેતરીને ઘણી મોટી રકમ હાંસિલ કરી લીધી હત ત્યારબાદ આ કાવતરું બહાર આવતા પોલીસે દરેક યુવાનોની ધરપકડ કરી હતી. અને આ ઘટનાની પૂછપરછ ચાલી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here