હાલના સમયમાં સમાજમાં ઘણી બધી ગંભીર ઘટનાઓ મહિલાઓ અને બાળકીઓ સાથે બની રહી છે. સમાજમાં .દુ.ષ્ક.ર્મ અને અત્યાચારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. આવી વધતી જતી ઘટનાઓને અટકાવવા માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. જુદા-જુદા જિલ્લાઓમાં દીકરીઓ સાથે શારીરિક અડપલા કરવાની ઘટનાઓ ઘણી બધી સામે આવી છે.
આવી ગુનાખોરીની ઘટનાઓને બંધ કરવા માટે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે પરંતુ આ સમાજમાં અસ્થિર મગજની મહિલાઓ સાથે .દુ.ષ્ક.ર્મની ઘટનાઓ બની રહી છે. આવી જ એક સૌના હૃદય પિગળાવી નાખે તેવી ઘટના સામે આવી જે આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની હતી. બનાસકાંઠા જિલ્લામાં એક મહિલા તેની દીકરી સાથે રહીને પોતાના ગુજરાન ચલાવતી હતી.
મહિલા રાજસ્થાનની રહેવાસી હતી. તે છેલ્લા ઘણા વર્ષથી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ચલાવી રહી હતી. અને મહિલાનો પતિ અવસાન પામ્યો તેને ઘણા વર્ષો થઇ ગયા હતા. તેને કારણે પરિવારમાં મહિલા તેની દીકરી સાથે રહીને છૂટક મજૂરી કરતી હતી.
મહિલાની દીકરીની ઉંમર 15 વર્ષની હતી. આ દીકરી અસ્થિર મગજની હતી. તે બોલી પણ શકતી ન હતી. તેને કારણે મહિલાને આ દીકરીને સાચવવી પડતી હતી. છતાં મહિલા મજૂરી કરીને તેની દીકરી અને તેનું ગુજરાન ચલાવતી હતી. દીકરી 15 વર્ષની ઉમ્રને કારણે માતા જુદી જુદી જગ્યાએ મજૂરી કામ કરવા માટે જતી ત્યારે દીકરીને ઘરે છોડીને જતી હતી.
તેને કારણે માતાની ખબર ના હોય એમ બે વખત દીકરી અચાનક ગુમ થઇ ગઇ હતી. માતાએ દીકરીને ઘણી જગ્યાએ શોધી હતી. ઘણા દિવસ સુધી દીકરી મળી ન હતી તે માટે તેની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસ પછી દીકરી ઘરે પાછી આવી હતી. તે સમયે દીકરી મૂંગી હતી. તે માટે કંઈ બતાવી શકી ન હતી.
પરંતુ એક દિવસ મહિલાને તેના શરીરમાં ફેરફારો દેખાવાને કારણે નજીકની સરકારી હોસ્પિટલમાં તપાસ માટે લઇ ગઇ હતી. તપાસ દરમ્યાન ડોકટરે જણાવ્યું દીકરી ગર્ભવતી હતી. આ દીકરી અસ્થિર મગજની અને મુંગી હોવાને કારણે કોઈ નરાધમને દીકરી પર વારંવાર .દુ.ષ્ક.ર્મ આચર્યું હતું. દીકરીને સાત મહિનાનો ગ.ર્ભ હોવાનું જણાવ્યું હતું.
તે માટે માતા ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. અને માતાએ અસ્થિર મગજની દીકરીને ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. દીકરી પોતે અસ્થિર મગજની અને પોતાનું ધ્યાન ન રાખી શકે તેમ હતી. તે પોતાના બાળકનું ધ્યાન કેવી રીતે રાખી શકે. આ ખૂબ જ પરિસ્થિતિ કઠિન હતી. તેના માટે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!