વિદ્યાર્થીની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય : CBSE-ICSE ફક્ત મુખ્ય વિષયો માટે જ લેવાઈ શકે છે બોર્ડની પરીક્ષા, જાણો મામલો..

0
164

કેન્દ્રીય મંત્રીઓની ઉચ્ચ-સ્તરની બેઠકમાં આજે (23 મે) CBSE, ICSE બોર્ડની પરીક્ષા અને અન્ય પ્રવેશ પરીક્ષાની તારીખ વિશે નિર્ણય લઈ શકાય છે. શિક્ષણ પ્રધાન તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સાથે વાતચીત કર્યા બાદ CBSE બોર્ડની 12ની પરીક્ષાઓ યોજવાનું વિચારણા કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ બોર્ડની પાસે ફક્ત મહત્વપૂર્ણ વિષયો માટે જ પરીક્ષા લેવાની યોજના છે, જેના આધારે પરીક્ષા ટૂંક સમયમાં જ લેવામાં આવી શકાય છે અને સમય પર પરિણામ જાહેર કરવામાં આવી શકાય છે.

CBSE બોર્ડ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 176 વિષયોનો અભ્યાસ કરવા માટેના વિકલ્પ હોય છે. આમાં ભાષા અથવા Group L,ઇલેક્ટિવ અથવા Group A અને અન્ય સામેલ હોય છે. તેમાંથી Group A ના વિષયો મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેના આધારે આગળ યુનિવર્સિટીઓમાં એડમિશન આપવામાં આવે છે.

લગભગ 20 વિષયો એવા છે જેના માટે પરીક્ષાઓ લેવામાં આવી શકાય છે. તેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, બિઝનેસ સ્ટડીઝ, એકાઉન્ટ્સ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી સામેલ છે.

વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 5 અને મહત્તમ 6 વિષયો પસંદ કરી શકે છે જેમાં 4 મુખ્ય વિષયો હોય છે. બોર્ડ દ્વારા જો ફક્ત મુખ્ય વિષયો માટેની પરીક્ષા લેવામાં આવે છે, તો એક્ઝામ પેટર્ન પર જ પરીક્ષા લેવામાં આવશે.આ સિવાય બોર્ડ તમામ વિષયોની પરીક્ષા લેવાનો પણ નિર્ણય લઈ શકે છે, પરંતુ તે માટે પરીક્ષાની રીત ટૂંકી કરી શકાય છે. અંતિમ નિર્ણય મંત્રીઓની બેઠક બાદ લેવામાં આવશે.

પરીક્ષા રદ કરવાની માંગ :  સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ કરવાની માંગની વચ્ચે આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક મોટી બેઠક બોલાવી છે. જેમાં CBSE-ICSE 12ની બોર્ડની પરીક્ષાની સાથે NEET અને JEE મેન્સ (JEE Mains) સહિતની અન્ય પરીક્ષાઓ બાબતે પણ નિર્ણય લેવામાં આવી શકાય છે.

કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક :  કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશાંકે (Education Minister Nishank) શનિવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે રવિવારે કેન્દ્ર સરકારે તમામ રાજયોના શિક્ષણ પ્રધાનો, શિક્ષણ સચિવો, રાજ્ય બોર્ડના પ્રમુખ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની બેઠકમાં ઉપસ્થિત :  આજે ધોરણ 12નીબોર્ડની પરીક્ષાઓ અંગે અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે (23 મે) સવારે 11.30 વાગે બેઠક મળી છે. આ બેઠકમાં નિશંક સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર પણ સામેલ છે

રાજ્યોના સૂચનો બાદ ધોરણ 12 બોર્ડની પરીક્ષા બાબતે નિર્ણય :  શિક્ષણમંત્રી નિશાંકના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના તમામ શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવો તરફથી આ અગત્યની બેઠકમાં હાજર રહેવા અને આગામી પરીક્ષાઓ અંગે તેમના સૂચનો જણાવવા વિનંતી કરવામાં આવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here