વિદુર નીતિ : જે વ્યક્તિની અંદર હોય આ ગુણ, એ રહે છે હંમેશા સુખી અને સમૃદ્ધિ..

0
439

દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેઓ જીવન માં હંમેશા સુખી અને સમૃદ્ધ રહે. એમના જીવનમાં દુખ નો પડછાયો પણ ના હોય. પરંતુ આવું શક્ય નથી કેમકે મનુષ્ય ના જીવનમાં સુખ અને દુખ બંને એક સિક્કા ની બે બાજુઓ છે. તેમાંથી દરેક લોકો એ પસાર થવું પડે છે. પરંતુ જો મનુષ્ય અમુક એવી વાતો નું ધ્યાન રાખે તો તેઓ જીવનમાંથી દુખ દુર કરી શકે છે.

મહાભારતના મુખ્ય પાત્રોમાં મહાત્મા વિદુર સર્વોચ્ચ સ્થાને છે. માનવામાં આવે છે કે તેઓ ધર્મરાજના અવતાર હતા. તેમણે મહાભારતના યુદ્ધ પહેલાં જ ધૃતરાષ્ટ્ર સાથે તેના પરિણામ અંગે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદ વિદૂર નીતિ તરીકે સુવિખ્યાત છે. આ નીતિ આજના સમયમાં પણ અત્યંત ઉપયોગી નીવડે છે. તેમાં જ કેટલીક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભગવાન તરફથી ભેટ સ્વરૂપે માણસને મળે છે. આ ગુણ તેને અન્ય કરતાં મહાન બનાવે છે.

જીવન સારી રીતે પસાર કરવા અને પરિવારનું ભરણ પોષણ કરવા માટે કામ કરવું જરૂરી છે. જેની પાસે રોજગાર હોય તે ઈમાનદારીથી કમાણી કરે છે અને સારું જીવન જીવી શકે છે. રોગ અને શોક વ્યક્તિના તન અને મનને નબળુ બનાવે છે. વારંવાર બીમાર પડતી વ્યક્તિ ધન તો ગુમાવે જ છે સાથે શરીર પણ અંદરથી ખખડી જાય છે. નિરોગી કાયા સંસારના તમામ સુખોમાં સર્વોચ્ચ છે.

જેની પત્ની મૃદુભાષી હોય છે તે ધરતી પર સ્વર્ગ સમાન સુખ ભોગવી શકે છે. આવી સ્ત્રીનો વાસ જે ઘરમાં હોય છે ત્યાં દેવી સરસ્વતી અને માતા લક્ષ્‍મીનો વાસ હોય છે. એવા લોકો પણ ભાગ્યશાળી હોય છે જેની સંતાન તેના કહ્યામાં હોય. સારી સંતાન કુળનું નામ આગળ વધારે છે અને ખરાબ સંતાન નામ ડુબાડી દે છે. રાજાને પણ રંક બનાવી શકે તેવી શક્તિ હોય છે જ્ઞાનમાં. તેને કોઈ છિનવી શકતું નથી, જ્ઞાનથી કંઈ પણ મેળવી શકાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here