વીજતંત્રની બેદરકારીને લીધે 2 ભેંસોના થયા કરુણ મોત, વીજળીના થાંભલાએ લીધો મૂંગા પશુનો જીવ..!!

0
94

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદની સીઝન ચાલુ થતા વરસાદને કારણે ઘણા બધા લોકોની સાથે હોનારત બની રહી છે. લોકો સાથે આફતો સર્જાતા લોકો મુશ્કેલીમાં મૂકી ગયા છે. રાજ્યમાં સારા ચોમાસાને કારણે ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે.

જામનગર જિલ્લામાં સારા ચોમાસાને કારણે ઘણી જગ્યાએ ઘણી બધી ઘટનાઓ બનવા લાગી છે. જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોરઠીયા પ્રજાપતિની વાડી નજીક મુંગા પશુ સાથે આ ગંભીર ઘટના બની હતી. વાડી પાસે થોડા થોડા અંતરે વીજળીના થાંભલા આવેલા હતા.

આ વીજળીના થાંભલામાં વીજતંત્રની બેદરકારીને કારણે વાયરો એમ જ લટકતા હતા. અને વરસાદના પાણીને કારણે વાયરમાં કરંટ થતા વીજળીના થાંભલામાં પણ કરંટ થતો હતો. આ વીજળીના થાંભલા મુખ્ય રસ્તા પર જ આવેલા છે. તેથી એક દિવસ ભેંસોનું ધણ આ વિસ્તારમાંથી જઈ રહ્યું હતું.

તેના થોડા સમય પહેલા જ વરસાદ વરસ્યો હતો. તેને કારણે નીચે પાણી ભરાયા હતા. અને વીજળીના થાંભલમાં પણ વરસાદમાં પલળવાને કારણે કરંટ થતો હતો. અચાનક બે ભેંસો થાંભલાને અડકીને ચાલી હતી. વીજળીના થાંભલામાં  ચોટ થયો હતો તેને કારણે બંને ભેંસો વીજળીના થાંભલા સાથે ચોંટી ગઈ હતી.

ભેંસોને ખૂબ જ કરંટ થવાને કારણે ભેસોનું ત્યાંને ત્યાં જ મૃત્યુ થયું હતું. તેને કારણે વીજળી તંત્રની બેદરકારીને લીધે પશુ માલિકો ખુબ જ ગુસ્સે જોવા મળી રહ્યા છે. અને સ્થાનિક લોકો પણ આ ઘટનાને કારણે વીજતંત્ર પર ગુસ્સે જોવા મળી રહ્યા છે. વીજળીના થાંભલા મુખ્ય રસ્તા પર હોવાને કારણે આ ઘટનાનો ભોગ કોઈપણ વ્યક્તિ બની શકે તેમ હતું.

તેને કારણે આવી ઘટનાઓમાં લોકોએ વીજળીના થાંભલાથી ચોમાસામાં અંતર જાણવું જોઇએ પરંતુ મૂંગા પશુઓ આ સાવચેતી રાખવી જાણતા ન હોય તેથી તેઓ આ ઘટનાનો ભોગ બની ગયા હતા. અને અહી એક સાથે બે ભેંસોના મોત થઇ જતા પશુ માલિક ખુબજ આઘાતમાં આવી ગયો હતો. ચોમાસુ શરૂ થતા જ વીજળીની અકસ્માતો ચાલુ થઈ ગયા છે. જામનગર શહેરમાં એક સાથે આવી ઘણી બધી ઘટનાઓ બની રહ્યાનું જોવા મળી રહ્યું છે.

દરેક વિસ્તારમાં સારા વરસાદને કારણે આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે. મૂંગા પશુઓ અને માણસો પણ આ ઘટનાનો ભોગ બની રહ્યા છે. મૂંગા જીવો બોલી ન શકતા હોવાથી પોતાની આ ઘટનાનો ભોગ બની જાય છે. ચોમાસામાં લોકોને ખુશી જેટલી થાય છે. તેટલી જ લોકોને આફતો પણ સહન કરવી પડે છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here