ગુજરાતની મીડિયા જગતમાં છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ VTVમાં એડિટર તરીકે કાર્યરત ઈશુદાન ગઢવીએ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, ઈશુદાન ગઢવી પોતે વર્ષોથી ગુજરાતની મીડિયા જગતમાં પત્રકાર તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાંક સમયથી તેઓને મહામંથન શીર્ષકથી વિખ્યાત શોનું સંચાલન કરતા હતા.
નોંધનીય છે કે, મહામંથનમાં રાજ્યના સાંપ્રત મુદ્દાઓ પર ડીબેટ કરવામાં આવે છે. આ શોએ તેમની સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા અને ખુબ જ લોકપ્રિય બન્યા હતા.ત્યારે સાંપ્રત સ્થિતિઓ જોતા તેઓ VTVના એડિટર તરીકે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખંંભાળિયા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોવા છતાં તેઓએ એડિટર સુધીની સફર ખેડી છે.
ત્યારે હવે આવનારા સમયમાં તેઓ અન્ય ક્ષેત્રમાં જોડાય તે વિગતો સામે આવી રહી છે. જે ઈશુદાન ગઢવીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમનું નિવેદન આપ્યું છે. જો કે અને જણાવ્યું છે કે, ઈશુદાન ગઢવીના રાજીનામાં ને લઈને સોશ્યિલ મીડિયા ઘણી અટકળો ચાલી રહી હતી કે ઈશુદાન ભાઈ હવે ગરીબો, વંચિતો, ખેડૂતો ના હવે કોણ ?
ત્યારે આ અંગે તેમને લોકોને જણાવ્યું છે કે સૌ નું ઈશ્વર છે, પ્રભુ જ નિર્મિત બનાવે છે પણ આ વાતથી નિરાશ થવાની જરૂર નથી. કેમ કે ટાઇગર અભી જિંદા હૈ! અને તેમની ફરીથી કહ્યું કે હવે મારે જનતા માટે જીવું છે અને મરવું છે. એટલે ટાઇગર અભી જિંદા હૈ! હોવાનું જણાવ્યું છે. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર ટુંક સમયમાં તેઓ રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરે તેવી માહિતી સામે આવી રહી છે.
ઈસુદાન ભાઈ ગઢવી તેમના ફેસબુક લાઈવમાં જણાવ્યું હતું કે , તેઓ હવે સામાજિક તેમજ લોકકલ્યાણના કાર્યો કરીને ગુજરાતની જનતાને સાચા માર્ગે દોરશે , ક્યારેય કોઈનું ખોટું થવા નહી દે, ક્યારેય ખોટું સહન નહી કરે અને રાજકારણમાં ખોટી દાદાગીરી કરનારને તો બરાબરનો મેથી પાક ચખાડશે .. આ તમામ વાતની પુષ્ટી ઈસુદાન ભાઈ એ કરી હતી..
આ પ્રકારના સાહસિક શબ્દો સાથે ઇસુદાન ભાઈએ 16 વર્ષની પત્રકારિત્વ ને રાજીનામું આપીને એક નવા માર્ગ તરફ પ્રેરાયા છે.. ખેડૂતોના દરેક પ્રશ્નો નો ઉકેલ લાવી આપનાર ઇસુદાન ભાઈની પત્રકારિત્વનું સ્થાન હમ્નેશા આગવું રહેશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!